Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવર સ્ટોરી:પાણીની અછતની ગંભીર અસરો...

    2 days ago

    ડૉ. સંજય સિંહ, રાષ્ટ્રીય સંયોજક, જલ જન જોડો અભિયાન આજના સમયમાં જળ સંકટ એ માત્ર પર્યાવરણીય મુદ્દો રહ્યો નથી; તે હવે આપણાં કુટુંબ, સમાજ અને સ્વાસ્થ્ય સાથે સીધું સંકળાયેલું માનવીય સંકટ બની ગયું છે. સમાજનો દરેક વર્ગ, દરેક ઉંમરની વ્યક્તિ અને દરેક સામાજિક ભૂમિકા આ જળ સંકટની ભારે કિંમત ચૂકવી રહી છે. જળ સંકટ: પર્યાવરણ ઉપરાંત માનવીય અસ્તિત્વનો પડકાર પુરુષોની કમાણી અને માનસિક સ્વાસ્થ્ય પર ફટકો ભારતમાં લગભગ 45 થી 50 ટકા પુરુષ કાર્યબળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર છે. પાણીની અછતને કારણે કરોડો ખેડૂતો અને શ્રમિકોની આવક ઘટી રહી છે. આંકડા મુજબ, ભારતમાં દર વર્ષે 10,000 થી 15,000 ખેડૂતો આત્મહત્યા કરે છે. તેની પાછળ દેવું, પાકની નિષ્ફળતા અને જળ સંકટનાં મુખ્ય કારણો છે. ઉદ્યોગોમાં પણ વિશ્વના 20 ટકા શુદ્ધ પાણીનો વપરાશ થાય છે. પાણીની અછત ઉત્પાદન અને રોજગાર બંનેને અસર કરે છે. વિશ્વ બેંકના અંદાજ મુજબ, જો આ સ્થિતિ ચાલુ રહેશે તો 2050 સુધીમાં ભારતના જીડીપી (GDP) માં છ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 58 ટકા ખેડૂતો માનસિક તણાવ, અનિદ્રા અને ચિંતા જેવાં લક્ષણોથી પીડાય છે. વૃદ્ધોની ગરિમા અને મુશ્કેલીઓ જળ સંકટ વૃદ્ધો માટે શારીરિક અને માનસિક રીતે વધુ કષ્ટદાયક છે. ગ્રામીણ વિસ્તારોમાં 22.5 ટકા વૃદ્ધો પાણીજન્ય રોગોથી પીડાય છે. શુદ્ધ પાણીનો અભાવ અને સ્વચ્છતાની નબળી સ્થિતિ વૃદ્ધોના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તાને બગાડે છે. વધતી ઉંમરે પાણીની અછત તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં અવરોધ ઊભો કરે છે. તે તેમની ગરિમાપૂર્ણ વૃદ્ધાવસ્થા પર નકારાત્મક અસર કરે છે. સ્ત્રીઓનો સંઘર્ષ: સમય અને સ્વાસ્થ્યનો ભોગ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી આજે પણ 70 ટકા કિસ્સાઓમાં મહિલાઓ કે કન્યાઓ પર હોય છે. એક સરેરાશ મુજબ, ગ્રામીણ મહિલાઓ પાણી માટે વર્ષે 173 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપે છે. રોજનો સરેરાશ 30થી 60 મિનિટનો સમય માત્ર પાણી લાવવામાં ખર્ચાય છે, જ્યારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ સમય બેથી ચાર કલાક સુધી પહોંચી જાય છે. નીતિ આયોગના અહેવાલ મુજબ, ભારતમાં 60 કરોડ લોકો જળ-તણાવવાળા વિસ્તારોમાં રહે છે. લાંબા સમય સુધી માથા પર ભારે વાસણો ઊંચકીને ચાલવાને કારણે મહિલાઓમાં કમર, ગરદન અને સાંધાના રોગો વધી રહ્યા છે. બાળકોનું ભવિષ્ય-સ્વાસ્થ્ય જોખમમાં દૂષિત પાણી અને સ્વચ્છતાના અભાવે વિશ્વમાં દર વર્ષે 5 વર્ષથી ઓછી ઉંમરના આશરે 4.85 લાખ બાળકોનાં મૃત્યુ થાય છે. એટલે કે દરરોજ 1000થી વધુ બાળકો અસુરક્ષિત પાણીને કારણે જીવ ગુમાવે છે. જો દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે, તો બાળ મૃત્યુદરમાં 30 ટકા સુધીનો ઘટાડો કરી શકાય છે. ‘યુનિસેફ’ના જણાવ્યા અનુસાર, વિશ્વની દર ત્રણમાંથી એક શાળામાં પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ નથી. શહેરોનું જોખમ અને સામાજિક વિવાદ 2030 સુધીમાં ભારતની 40 ટકા વસ્તી શહેરોમાં હશે, જે પાણીની માગમાં મોટો ઉછાળો લાવશે. ચેન્નાઈ જેવી સ્થિતિ ભારતના અન્ય 21 મોટાં શહેરોમાં આવી શકે છે, જ્યાં ભૂગર્ભ જળ લગભગ સમાપ્ત થવાના આરે છે. આનાથી લગભગ 10 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે. પાણીની અછત હવે સામાજિક તણાવ અને વિવાદોનું કારણ બની રહી છે. પ્રાચીન સમયમાં મેસોપોટેમિયાથી લઈને આધુનિક સમયમાં કાવેરી નદીના વિવાદ (કર્ણાટક-તમિલનાડુ) કે રાવી-બિયાસ નદીના વિવાદ (પંજાબ-હરિયાણા) એ સાબિત કરે છે કે પાણી માટેના સંઘર્ષો વધતા જાય છે. જ્યારે સંસાધનો મર્યાદિત હોય, ત્યારે સ્પર્ધા વધે છે. તે સામાજિક અને પારિવારિક સ્તરે અશાંતિ પેદા કરે છે. કુટુંબના બજેટ પર પાણીનો બોજ વિશ્વમાં આશરે બે અબજ લોકો પાસે સુરક્ષિત પીવાનાં પાણીની સુવિધા નથી. ભારતનાં ઘણાં શહેરોમાં પરિવારોએ ટેન્કર કે બોટલનું પાણી ખરીદવા માટે દર મહિને 1,000થી 2,000 રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ મધ્યમ અને ગરીબ પરિવારોના ઘરના બજેટને વેરવિખેર કરી નાખે છે. વિશ્વની 18 ટકા વસ્તી ભારતમાં રહે છે, પણ આપણી પાસે વિશ્વના માત્ર ચાર ટકા જળ સંસાધનો છે, જે ભવિષ્યની ગંભીરતા સૂચવે છે. સમાધાનનો માર્ગ... જળ સંકટ એ કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ માનવીય બેદરકારીનું પરિણામ છે. જો આપણે આપણી આવનારી પેઢીને સુરક્ષિત રાખવી હોય, તો જળ સંચય (Water Harvesting) અને પાણીના પુનઃઉપયોગ (Recycling) ને જીવનશૈલી બનાવવી પડશે. ખેતીમાં ‘ટપક સિંચાઈ’ અને શહેરોમાં ‘રેન વોટર હાર્વેસ્ટિંગ’ જેવા પગલાં હવે અનિવાર્ય છે. પાણીનું દરેક ટીપું એક જીવન સમાન છે. જો આપણે આજે જાગૃત નહીં થઈએ, તો આવનારો સમય માત્ર તરસ જ નહીં, પણ સંસાધનો માટેનાં યુદ્ધો લઈને આવશે.
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:માથેરાન: લાલ માટીનું ગિરિમથક
    Next Article
    સમયાંતર:પેટ્રોલિયમનું ઉત્પાદન 100થી વધારે દેશો કરે છે તો પછી ખાડી દેશોનો દબદબો શા માટે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment