Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:માથેરાન: લાલ માટીનું ગિરિમથક

    2 days ago

    ભાગ્યેશ જહાં ઘણીવાર પ્રશ્ન થાય છે, વેકેશન એ ખરેખર શું છે? સામાન્ય સમજણ એવી છે કે એ સમયનો એવો ટુકડો છે જ્યારે બધા એજન્ડા મ્યાન કરીને આપણે શૂન્યતામાં એટલે કે કર્મશૂન્યતામાં પ્રવેશીએ.. વાસ્તવમાં એવું થતું નથી. એકથી વધારેવાર જોયું છે કે લોકોને વેકેશનનો થાક ઉતારવા માટે ફરીથી આરામ કરવો પડે છે. એક વાત કરવી છે, એક સાવ જુદા પ્રકારના અનુભવનો! વેકેશનની વેકેશન-તાનું સરનામું સ્થળ અને સમય જેટલું જ અગત્યનું વેકેશનસ્થનું મગજ છે, એની માનસિકતા છે. હા, અમે માથેરાન ગયા. કશો એજન્ડાએ નહીં. એક ખૂબ જ જૂના રામમંદિરમાં રામજન્મની ઉજવણી હતી. મુંબઈના ભીખુભાઇ ચિતલીયા સાથે સોથી વધારે યુગલ પહોંચ્યાં. બધા સ્વનામધન્ય! પણ મજા હતી એજન્ડાની ગેરહાજરી. તમે મુંબઈ છોડી ( છોડી શકો તો !) કર્જત તરફ આગળ વધો એટલે મનમાં એક વાદળ ઊગે. એ વાદળ કાલિદાસના કુળનું હોય એ રીતે તમારા કાનમાં કહેવા માંડે; ‘પહાડની ટોચ તમારી રાહ જુએ છે.’ આવું સંભળાય એની સાથે જ આંખ બધું ‘ઝૂમ’ કરવા માંડે છે. પર્વતની ટોચે આવેલા અનેક ‘વ્યુ-પોઈન્ટ્સ’ અંગે સાંભળેલું, મન કરતાં આંખોને જિજ્ઞાસા હતી. ‘પોઈન્ટ્સ ઓફ વ્યૂઝ’ના ઘોંઘાટિયા જગતમાંથી વિખૂટા પડીને ખોવાઈ જવાનું હતું. ગાડીની એક મર્યાદા હતી એ માત્ર દસ્તૂરી જંક્શન સુધી જ જઇ શકે! પછી મજા શરૂ થઇ. કોઇએ કીધું આ પર્યાવરણ માટે રક્ષિત ગિરિમથક છે. પેટ્રોલ-ડીઝલ-મુક્ત વાતાવરણ. એક ગ્રામીણ ગાઇડ જેવા પાસેથી આ બધું જાણ્યું એટલે ધીરે ધીરે યુદ્ધના સમાચારોનો ધુમાડો અદૃશ્ય થવા માંડ્યો. ગમે તેમ કરીને ઇ-રિક્ષા મળી! (એક અફવા હતી કે એ લોકો હડતાળ પર હતા). પછી પ્રવેશ્યા વૃક્ષ પ્રદેશમાં. ખૂબ લાંબાં વૃક્ષ, પહેલી જ વખત જોતો હતો પણ એ એટલાં બધાં કુદરતી હતાં કે અજાણ્યા નહોતાં લાગતાં. જંગલનો મારો અનુભવ છે, ત્યાં પર્ણો બોલતાં હોય છે. એકથી વધારે વખત લખ્યું છે કે વૃક્ષો ક્યારેક સહસ્ત્ર જિહ્વાથી, પર્ણજિહ્વાથી ગાતા ઋષિઓ છે, પવન પણ અલગારી ગવૈયા જેવો લાગે છે. શાંતિની દીવાલો સાંભળી શકાય એવી રીતે સ્વાગત કરતી હતી. વૃક્ષો વચ્ચે આંખ મીંચીને ઊભેલું આકાશ મારી સાથે વાત કરવા માંડ્યુ. માથેરાનનું રિસેપ્શન હોય એવી રીતે પ્રવેશદ્વારે ઊભેલા જંગલે એક ગીત છેડ્યું. મજા આવી રહી હતી, ત્યાં માર્કેટ આવ્યું. કોઇ નાના માણસા કે બોડેલીનો એક ટુકડો હોય એવી રીતે એ ખૂલી રહ્યું હતું પણ રિક્ષા-ગાડી-ટ્રાફિકના અભાવથી નાની નાની દુકાનો પર ભરાવેલી લાઈટો જરા વધારે બોલકી લાગતી હતી. અહીં મનુષ્યતાનો એક પ્રશ્ન આવ્યો, હાથરિક્ષા હતી ! મનુષ્ય દ્વારા મનુષ્યને ખેંચીને લઇ જવાના! આનાકાની કરી, એક યુવાને આવીને કહ્યું, ‘આપ એ રિક્ષા નહીં લોંગે તો હમ ખાયેંગે ક્યા!’ એની આંખોમાં એકસાથે કેટલા બધા ભાવ હતા! ગરીબીને ઢાંકી શકે એવો આત્મવિશ્વાસ, આજુબાજુના જંગલમાંથી મેળવી હોય એવી બળવાન પવિત્રતા અને થોડી બેફિકરાઇ પણ ખરી ! અમે હા પાડી, અને હાથથી ખેંચાતી રિક્ષામાં હું અને મારાં પત્ની અમારી નક્કી થયેલી હોટલમાં પહોંચ્યાં. એકસોથી વધારે કશીક કલા કે સાહિત્યના ક્ષેત્રનાં યુગલ હતાં એટલે ગીત, કવિતા અને અભિનય જેવી વિધાઓની પુષ્કળ વાતો થઈ. એવી રીતે પણ થઈ જાય ક્યારેક કોઈક સેમિનારમાં કે કોઈ સાહિત્યના ઉત્સવમાં ન થાય. બધું અનસ્ટ્રક્ચર્ડ પણ સાવ અવ્યવસ્થિત નહીં. જાણે બીજી દિવસ સવારે લુઇસાના પોઇન્ટ ઉપર જવાના છીએ ત્યાંની જંગલની નૈસર્ગિક લાગે એવી ગોઠવણ! બીજા દિવસ સવારે વહેલા ચાલવા લાગ્યા, લાલ માટીમાં. પેવિંગ જ્યાં હતું ત્યાં પણ લાલ માટી એના મૂળમાંથી બહાર આવી અને તમારા બુટ અને પેન્ટને વળગે એવી મજબૂત હતી. મુંબઈવાળાઓને તો બરાબર પણ ગાંધીનગરવાળા તરીકે મને પણ આ શાંતિ અલૌકિક લાગી. વૃક્ષોની હાર માળામાંથી આવતો પવન કોઈ સંદેશ લઈને આવતો હોય એવું ચોક્કસ લાગે, પણ આપણી નજીક આવે ત્યારે ફુગ્ગાની માફક ફૂટી જાય અને હસી પડતો હોય એવું લાગે. પક્ષીઓને ઓળખવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યો. ક્યાંક દરજીડો હતો, અમુક અંતરે તમરાના અવાજો પણ એકધારા આવતા હતા. તમરાના અવાજોમાં એકાંતનો પરિચય આપવાની ગજબની તાકાત હોય છે. કોઈ ખંડેરમાં જાઓ અને તમરાનો જે અવાજ આવે એનાથી અલગ જાણે કે એક ગતિમાં વહેતો હોય એવું લાગે. પછી અચાનક બંધ થઈ જાય. આપણને એમ થાય કે માણસોની એટલે કે અમારી હાજરીની અસર થઈ કે સ્વતઃ આ લોકોએ મૌન લઈ લીધું. ક્યારેક રસ્તામાં એકાદ માણસ જોવા મળે, એક ખીણમાં રહેલા કોઈ ગામમાંથી માથેરાનમાં કામ કરવા માટે જતા હોય એવા મજૂર હોવાની શંકા રહેતી, પણ જ્યારે એક ભણેલા ભાઈ જતા હતા એમને અમને પૂછ્યું ત્યારે અમને ખબર પડી કે એ શિક્ષક હતા. લુઇસા પોઇન્ટ બહુ મનોહર જગા ગણાય છે. ખીણના ઢોળાવ ઉપર વસેલાં એકાદ-બે ગામનાં દૃશ્ય આંખમાં વસી ગયાં, સૂતેલાં લાગે, શાંત પણ ખેતરો જોતાં લાગે કે અહીં મનુષ્યએ નિસર્ગ સાથે તાલમેલ મિલાવીને કૃષિ સંસ્કૃતિની શરૂઆત કરી છે.સઆ લાલમાટીનું ગિરિમથક પર્વતના માથે કરેલું સૌંદર્યતિલક તરીકે મનની પાટી પર અંકાઇ ગયું.
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:અહિંસા સુખમય છે, કરુણા મધુમય છે અને પ્રેમ જીવન અમૃતમય છે
    Next Article
    કવર સ્ટોરી:પાણીની અછતની ગંભીર અસરો...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment