Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયસર નિદાનથી ગંભીર વારસાગત રક્તરોગની ઓળખ થઈ:એનિમિયાની સારવાર માટે આવેલા મહેસાણા પંથકના ચાર વર્ષના બાળકને સિકલસેલની બીમારી બહાર આવી

    3 days ago

    સામાન્ય એનિમિયાની ફરિયાદને ગંભીરતાથી લઈ કરવામાં આવેલી ઝીણવટભરી તપાસે ચાર વર્ષના બાળકમાં સિકલસેલ એનિમિયા જેવા વારસાગત રોગનું નિદાન થયું હતું. મહેસાણા સિવિલ હોસ્પિટલની તબીબી ટીમની સતર્કતાના કારણે બાળકને તાત્કાલિક સારવાર અને નિયમિત ફોલોઅપ શરૂ કરાયું છે. પ્રાથમિક CBC અને Peripheral Blood Smear ટેસ્ટ દરમિયાન પેથોલોજિસ્ટ ડૉ. પૂજા મિસ્ત્રીએ લોહીના રાતા કણોમાં અસામાન્ય ફેરફારો ઓળખી સિકલસેલ ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. ટેસ્ટ પોઝિટિવ આવતાં બાળકમાં સિકલસેલ એનિમિયા હોવાનું નિદાન થયું હતું. સિવિલ સર્જન ડૉ.ગોપીબેન પટેલે જણાવ્યું કે, બાળકોમાં વારંવાર થતી લોહીની કમી અથવા સતત નબળાઈને સામાન્ય સમસ્યા માની અવગણવી નહીં જોઈએ. સમયસર તપાસ કરાવવાથી આવા વારસાગત રોગોનું વહેલું નિદાન થઈ શકે છે, જે ભવિષ્યમાં ગંભીર જટિલતાઓ અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. હાલમાં બાળકને જરૂરી સારવાર સાથે પરિવારને પણ રોગ અંગે માર્ગદર્શન અપાઇ રહ્યું છે. મહેસાણા સિવિલમાં ટેસ્ટ વિનામૂલ્યે થાય છે‎ ખાનગી લેબોરેટરીમાં હજારો રૂપિયા આપીને થતા સિકલસેલ, ટોટલ આર્યન,‎ ટીઆઈબીસી, ફેરીટીન, કેલ્શિયમ ફોસ્ફરસ, ઇલેક્ટ્રોલાઇટ સહિતના ગંભીર ‎પ્રકારના સ્પેશિયલ ટેસ્ટ છેલ્લા ઘણા સમયથી મહેસાણા સિવિલમાં વિનામૂલ્યે‎ કરવામાં આવે છે. લોહીની ઉણપ ધરાવતા દર્દીના કિસ્સામાં તબીબે સૂચવ્યા ‎ન હોય તો પણ સિકલસેલના દર્દીઓને શોધવા માટે આવા દર્દીઓના ટેસ્ટ‎ સિવિલ દ્વારા ફરજિયાત કરવામાં આવે છે.‎
    Click here to Read More
    Previous Article
    શહેરમાં વસ્તી ગણતરી કામ 100% પૂરું:ઘર નંબરિંગ સાથે માહિતી ઓનલાઈન અપલોડ
    Next Article
    ગ્રામજનોમાં ગભરાટ:જોટાણાના લક્ષ્મીપુરા (ખારા)માં ONGC વેલમાં ગેસ લીકેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment