Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા LCBએ ચોરીની 2 બાઈક સાથે એકને પકડ્યો:2 ચોરીના ગુના ઉકેલાયા, એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી પણ ઝડપાયો

    9 hours ago

    ગોધરા LCBએ મિલકત સંબંધિત ગુનાઓ અને ફરાર આરોપીઓ સામે કાર્યવાહી કરી બે કેસ ઉકેલ્યા. પ્રથમ કાર્યવાહીમાં, ગોધરા દયાળ કાકરા પોલીટેકનિક કોલેજ સામેથી વિજયભાઈ વિક્રમભાઈ પરમારને 2 શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડવામાં આવ્યો. તેની પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર અને હીરો HF ડીલક્સ મળી કુલ ₹45,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. પૂછપરછમાં વિજયભાઈએ સાગરીત આકાશભાઈ ગોપાલભાઈ પરમાર સાથે ગોધરાની ભાગ્યલક્ષ્મી અને ભુરાવાવ ચક્રધારી સોસાયટીમાંથી 2 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી. આ સાથે ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ચોરીના ગુના ઉકેલાઈ ગયા. બીજી કાર્યવાહીમાં, LCBએ વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી અમીતકુમાર ચંદુભાઈ પરમારને ગોધરા ભુરાવાવ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો. બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના નારાયણ ગાર્ડન્સમાં ગણેશોત્સવના 20 વર્ષ પૂર્ણ:અન્નકૂટ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી, ભક્તિમય માહોલ
    Next Article
    નરોડા કોલેજમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્વચ્છતા અભિયાન:શ્રીમતી એ પી પટેલ આર્ટસ એન્ડ સ્વ શ્રી એન પી પટેલ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment