Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત:રૂમમાં આરામ કરતો હતો ને કાળ ત્રાટક્યો, પરિવારનું હૈયાફાટ રુદન, પિતાએ ન્યાયની માંગ કરી

    7 घंटे पहले

    સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર ગુરુવારે સાંજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શિવનગર નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં 19 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કાટમાળ નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. આશાસ્પદ પુત્રના અકાળે અવસાનથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રૂમમાં આરામ કરી રહ્યો હતો ને સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ અશ્વિનીકુમાર રોડ સ્થિત શિવનગર, ત્રણ પાનના વડ પાસે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતો આલોક શિવરતન કોરી (ઉં.વ. 19) ગુરુવારે સાંજે પોતાના રૂમમાં એકલો આરામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જોરદાર ધડાકા સાથે રૂમની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. આલોક કંઈ સમજે તે પહેલાં જ ભારે કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો, હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક કાટમાળ હટાવી ગંભીર હાલતમાં આલોકને બહાર કાઢ્યો હતો, જે રેસ્ક્યૂ કામગીરીના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો છીનવાયો, હોસ્પિટલ બહાર આક્રંદ મૃતક આલોક ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને તેને એક મોટી બહેન છે. તેના માતા-પિતા રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારના એકમાત્ર દીકરાના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર સ્વજનોના હૈયાફાટ રુદનને પગલે ગમગીની વ્યાપી ગઈ હતી. મકાનમાલિકે જર્જરિત હાલત છુપાવી હોવાનો પિતાનો આક્ષેપ મૃતકના પિતા શિવરતન કોરીએ ન્યાયની ગુહાર લગાવતાં જણાવ્યું હતું કે, અમે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ ફ્લેટમાં ભાડે રહીએ છીએ. મકાન બહારથી જર્જરિત દેખાતું હતું, પરંતુ મકાનમાલિકે ક્યારેય તેના જોખમ વિશે અમને કોઈ જાણ કરી નહોતી. અચાનક બનેલી આ દુર્ઘટનામાં મારો દીકરો ઘટનાસ્થળે જ જીવ ગુમાવી બેઠો. અમારા વહાલસોયા પુત્રના મોત માટે જવાબદારો સામે પગલાં ભરાય અને અમને યોગ્ય ન્યાય મળે તેવી અમારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીએ ગંભીરને સંભળાવી દીધું?:ટોકિયો ટ્રિપ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર આ કેવી પોસ્ટ કરી, લખ્યું- ‘પ્લાન A ફેલ થાય તો...’; ફેન્સ ચકડોળે ચડ્યા
    Next Article
    સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:પરિણીત આરોપીએ સગીરાને અલગ અલગ જગ્યાએ ફેરવીને દુષ્કર્મ આચર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment