Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીએ ગંભીરને સંભળાવી દીધું?:ટોકિયો ટ્રિપ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર આ કેવી પોસ્ટ કરી, લખ્યું- ‘પ્લાન A ફેલ થાય તો...’; ફેન્સ ચકડોળે ચડ્યા

    9 hours ago

    ઈન્ડિયન ક્રિકેટના યંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશી આજકાલ માત્ર મેદાન પર જ નહીં, સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. ભારતીય બેટરે જાપાનની રાજધાની ટોકિયોથી કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું- "નોબિતાના શહેરથી રિપોર્ટિંગ." આ પોસ્ટ ડોરેમોન કાર્ટૂનના સંદર્ભમાં હતી, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તસવીરોમાં ડોરેમોનની તસવીર પણ સામેલ હતી. પોસ્ટ કરતાની સાથે જ ફેન્સ ઘેલા થઈ ગયા અને તે ઝડપથી વાઇરલ થઈ ગઈ. કોચ ગંભીરને આડે હાથ લીધા? વૈભવ સૂર્યવંશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલી તસવીરોમાં તેણે જાપાનના ટોકિયોના ફોટોઝ શેર કર્યા. તેમાં અલગ-અલગ સ્લાઇડમાં સૌથી છેલ્લે ફેમસ કાર્ટૂન ડોરેમોન છે અને તેની ઉપર લખેલું છે, ‘જો પ્લાન A ફેલ થાય તો યાદ રાખો...બીજા 25 બીજા વધ્યા છે...’. આ ફોટો તરત જ ફેન્સના ધ્યાને ગયો અને તેમણે અલગ-અલગ કમેન્ટ્સ કરવા લાગ્યા. અમુક લોકો કહે છે કે આ વાત કટાક્ષરૂપે કહેવામાં આવી છે. કારણ કે અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ અને હાલમાં જ જાપાન સામેની ફ્રેન્ડલી મેચમાં તેને રમાડવામાં આવ્યો નહોતો. આ કારણે લોકોને લાગી રહ્યું છે કે તેણે કોચ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ સામે કટાક્ષ કર્યો છે. ડોરેમોનથી બાળપણની યાદ અપાવી વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. આ તેની પહેલી મલ્ટી-નેશન ટુર્નામેન્ટ છે. બુધવારે તેણે ટોકિયોથી પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી. કેપ્શનમાં ‘નોબિતાના શહેરથી રિપોર્ટિંગ’ લખીને તેણે પોતાની ઉંમર અને બાળપણના શોખની યાદ અપાવી. ડોરેમોન સિરીઝ ટોકિયોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે, જેમાં રોબોટિક બિલાડી ડોરેમોન નોબિતા નામના છોકરાની મદદ કરે છે. ભારતમાં આ કાર્ટૂનની લોકપ્રિયતાને જોતા વૈભવનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો. 10 લાખથી વધુ મળી લાઇક્સ વૈભવ સૂર્યવંશીની પોસ્ટ પર અત્યાર સુધી 1.6 મિલિયન લાઇક્સ મળી ચૂક્યા છે. ફેન્સ કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે વૈભવ હજુ પણ બાળક છે અને કાર્ટૂનનો શોખ જાળવી રાખ્યો છે. ઘણા લોકોએ કહ્યું કે મેદાન પર બોલરોની ધોલાઈ કરનાર વૈભવ બહાર ડોરેમોનનો ફેન છે. આ પોસ્ટ તેની ઉંમરની યાદ અપાવે છે. વૈભવ હજુ માત્ર 15 વર્ષના છે, પરંતુ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ તોડી ચૂક્યો છે. IPLમાં નાની ઉંમરે સદી ફટકારવા અને T20માં આક્રમક બેટિંગ માટે તે જાણીતા છે. વૈભવને કાર્ટૂન જોવાનો શોખ છે વૈભવ પહેલા પણ જણાવી ચૂક્યો છે કે મેચ પહેલા કાર્ટૂન જોવું તેની આદત છે. IPL 2026 દરમિયાન તેણે કહ્યું હતું, “મગજમાં કંઈ નથી ચાલતું. આજે પણ દરરોજ મેચ પહેલા અમે કાર્ટૂન જોઈએ છીએ. આદત છે. હજુ પણ જોઈએ છીએ, પરંતુ ફોકસ ગેમ પર પણ રહે છે.” આ રૂટીન તેને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. ટોકિયોથી ડોરેમોનવાળી પોસ્ટે એ જ આદતને ફરી ઉજાગર કરી દીધી.
    Click here to Read More
    Previous Article
    How America Became the World's Only Superpower | China
    Next Article
    સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત:રૂમમાં આરામ કરતો હતો ને કાળ ત્રાટક્યો, પરિવારનું હૈયાફાટ રુદન, પિતાએ ન્યાયની માંગ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment