Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકાદ-બે દિવસમાં નર્મદા ડેમ ઓવરફ્લો થશે:ઉપરવાસમાંથી સતત પાણીની આવક; પીવા માટે ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડશે

    10 hours ago

    રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના પ્રભારી મંત્રીએ નર્મદા જિલ્લાના પ્રવાસે હતા.તેમણે બે દિવસમાં ડેમ ઓવરફ્લો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જો આ જ પ્રકારે પાણીની આવક ચાલુ રહેશે, તો આગામી સમયમાં નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ત્યારે રાજ્યમાં ઓછો વરસાદ છે તેવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવા માટે નર્મદાનું પાણી પહોંચાડશે. દરમિયાન જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે સર્જાયેલી સમસ્યા સામે સરકારે સમયસર આયોજન કરીને ખેડૂતોના પાકને બચાવી લીધો છે. હાલ નર્મદા, ઉકાઈ અને કરજણ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. હાલ જળસપાટી 138.44 મીટરે પહોંચી 25 સપ્ટેમ્બર સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.44 મીટર નોંધાઈ છે, જેમાં 5682.71 મિલિયન ક્યુબિક મીટર (MCM) સજીવ જળસંગ્રહ (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ છે. ડેમમાં હાલમાં 7308 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે છેલ્લા 3 કલાકનો સરેરાશ પ્રવાહ 2786 ક્યુસેક છે. ડેમમાંથી કુલ પાણીની જાવક 38350 ક્યુસેક છે, જેમાં રિવર બેડ પાવર હાઉસ (RBPH)માંથી 21082 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)માંથી 17268 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના તમામ દરવાજા બંધ હોવાથી ગેટ દ્વારા કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી. પીવાના પાણી અને જળસંગ્રહની સ્થિતિ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, હાલ રાજ્યમાં પીવાના પાણી માટે કોઈ જ તકલીફ નથી. ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં જરૂરી પાણી પહોંચાડીને પીવાના પાણી માટે પૂરતું સ્ટોરેજ જાળવવામાં આવશે. આગામી સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણીના સંગ્રહ અને વિતરણનું સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પાઇપલાઇનથી પાણી ભૂતકાળમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ વર્તમાન સમયમાં નર્મદા નદી આધારિત મજબૂત પાઇપલાઇન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી આજે દૂરના વિસ્તારો સુધી સરળતાથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સુવિધા માટે વ્યાપક સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મકરબા બ્રિજના બંને છેડે ટ્રાફિકજામ થતાં નિર્ણય:પ્રહલાદનગરથી મકરબા અંડર પાસ તરફ જવાના કોર્પોરેટર રોડનો ભાગ બંધ કર્યો, 500 મીટર ફરીને જવું પડશે
    Next Article
    એશિયન ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ:વડોદરાના માનુષ શાહે મિક્સ્ડ ડબલ્સમાં દિયા ચિતાલે સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો, CMએ બંનેને અભિનંદન પાઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment