Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકરબા બ્રિજના બંને છેડે ટ્રાફિકજામ થતાં નિર્ણય:પ્રહલાદનગરથી મકરબા અંડર પાસ તરફ જવાના કોર્પોરેટર રોડનો ભાગ બંધ કર્યો, 500 મીટર ફરીને જવું પડશે

    21 hours ago

    અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર મકરબામાં એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા બાદ બ્રિજના છેડા પર ચાર રસ્તા હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. લોકાર્પણ બાદના પ્રથમ દિવસે જ અધિકારીઓ અને ભાજપના જ શાસકોની બ્રિજના પ્લાનિંગ અને ડિઝાઈનની ગંભીર ખામીના કારણે ટ્રાફિકજામ થયો હતો. જેને પગલે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને પત્ર પાઠવી બ્રિજના બંને તરફના છેડા પર સિગ્નલ મુકવા અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવા માટે જાણ કરી હતી. આ ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા બ્રિજથી એસજી હાઇવે હવે સીધા જઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રહલાદનગરથી મકરબા અંડર પાસ તરફ જવાના કોર્પોરેટર રોડનો ભાગ બંધ કરી કેપ્સ્યૂલ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મકરબા રેલવે ઓવરબ્રિજ પરથી સીધા હાઇવે તરફ અને એસજી હાઇવેથી જુહાપુરા તરફ આવી શકાશે. હવે ક્યાંથી ક્યાં જઈ શકાશે? જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના ભૂતપૂર્વ સત્તાધીશોની અણ આવડતના કારણે હવે નાગરિકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. કોર્પોરેટ રોડ મુખ્ય રોડ કહેવાતો હતો. પરંતુ હવે આ રોડને બંધ કરી અને નવા ઓવર બ્રિજના રોડને પ્રાધાન્ય આપી દેવામાં આવ્યું છે. અધિકારીઓની અણઆવડતના કારણે 500 મીટર જેટલું ફરીને જવું પડશે. અમિત ઠાકરે પોલીસ કમિશનરને પત્ર લખ્યો ટ્રાફિકને લઈ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, વેજલપુર વિધાનસભા વિસ્તારમાં મકરબા ખાતે અમદાવાદ બોટાદ રેલવે લાઈનના LC 24 ઉપર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં સ્થળ મુલાકાત દરમિયાન ધ્યાન પર આવ્યું છે કે, ઓવરબ્રિજના મકરબા તરફના છેડે તેમજ ખાસ કરીને કોર્પોરેટ રોડ/એસ.જી.હાઈવે તરફના છેડે વાહનોની અવરજવરનું પ્રમાણ વધુ હોવાથી વાહનોનો ડેડલોક થઈ જઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. મકરબા તરફના બ્રિજના છેડે ટ્રાફિક પોલીસ કર્મી મૂકવા રજૂઆત આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર યોગ્ય રીતે ચાલે અને વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને મકરબા તરફના છેડે જરૂરી સંખ્યામાં ટ્રાફિક પોલીસની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે તેમજ કોર્પોરેટ રોડ તરફના છેડે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. બંને બ્રિજના છેડે દરરોજ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવે જેથી ટ્રાફિકનું યોગ્ય નિયંત્રણ થઈ શકે અને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યાનું અસરકારક રીતે નિરાકરણ લાવી શકાય. બ્રિજ પૂર્ણ થાય ત્યાં આગળ 10 મીટરની પણ જગ્યા નથી ત્રણ વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને અધિકારીઓએ અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર મકરબા ખાતે આવેલા ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે બ્રિજ બ્રિજનો એક છેડો સીધો જ કોર્પોરેટ રોડ પર આવીને પૂરો થાય છે. બ્રિજ જ્યાં ઉતરે છે ત્યાં આગળ 10 મીટરની પણ પૂરતી જગ્યા કે માર્જિન રાખવામાં આવ્યું નથી. જેના કારણે બ્રિજ પરથી આવતા વાહનો સીધા જ સાંકડા રોડ પર ભેગા થતાં પ્રથમ દિવસે જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ હતી. અણઘણ આયોજનના કારણે બ્રિજ બની ગયા બાદ હવે નાગરિકોને હાલાકી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બેંક અને UPIનો ડબલ એટેક:મફત પેમેન્ટના દહાડા પૂરા?, વેપારીઓ પાસે ત્રણ રસ્તા, ચાની કીટલીથી કરિયાણા સુધી સપાટો, 21 હજાર કરોડનો ખેલ જાણો
    Next Article
    એકાદ-બે દિવસમાં નર્મદા ડેમ ઓવરફ્લો થશે:ઉપરવાસમાંથી સતત પાણીની આવક; પીવા માટે ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment