Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળ પંથકમાં ભૂગર્ભ ગટર યોજના વિવાદ:આગેવાનો જંગલ, નર્સરી અને ફળદ્રુપ જમીન બચાવવા માટે સ્થાનિકો મેદાને ઉતર્યા, નગરપાલિકા પ્રમુખે કહ્યું હજુ સુધી લેખિત રજૂઆત મળી નથી.

    20 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં નગરપાલિકા અને મક્તુપુર ગ્રામ પંચાયત ભૂગર્ભ ગટર યોજનાના જમીન વિવાદ મુદ્દે આમને-સામને આવી ગયા છે. સરકારની સૂચના મુજબ માંગરોળ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત મક્તુપુર ગામે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ નિર્ણય સામે ગ્રામજનો અને પંચાયતના સત્તાધીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. પંચાયતની બેઠકમાં આ યોજના સામે સખત વિરોધનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને જરૂર પડ્યે હાઈકોર્ટ સુધી લડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ​આ વિવાદ અંગે મક્તુપુર ગામના સરપંચ રામજીભાઈ અખિયાએ જણાવ્યું હતું કે કલેક્ટર સાહેબ દ્વારા મક્તુપુર ગામની અંદર ભૂગર્ભ ગટર માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તેનો ગામ લોકો અને ગ્રામ પંચાયત દ્વારા સખત વિરોધ છે. આ જગ્યા ફાળવવાથી ખેડૂત લોકોને ભારે નુકસાન થાય તેમ છે તેમજ આજુબાજુના ખેતરોના પાણી અને પાક બરબાદ થવાની ભીતિ છે. તેમણે સરકારશ્રીને માંગ કરી છે કે આ ફળદ્રુપ અને શ્રી સરકાર જમીન પર પ્લાન્ટ નાખવાને બદલે અન્ય જગ્યા પર ખસેડવામાં આવે, જેથી કરીને કોઈ વિવાદિત ઇશ્યુ ઊભો ન થાય અને લોકોને કાયમી રાહત મળે. ​ગ્રામ પંચાયતના સભ્ય નિતેશભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી પેટા ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેમણે ક્યારેય પંચાયતના આવા ઠરાવમાં સહી કરી નથી. તેમણે વિરોધનું કારણ આપતા જણાવ્યું કે આ પ્લાન્ટથી મક્તુપુરની આજુબાજુ આવેલું જંગલ, નર્સરી અને સાડા નવ વીઘા જેટલા વિસ્તારના વૃક્ષો કપાઈ જશે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન થશે. દરિયાઈ ખારાશ નજીક હોવાથી તળનું પાણી અને કુવાઓનું પાણી પણ બગડશે, જેના કારણે બે-ત્રણ વીઘા વાળા નાના ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. તેમણે માંગ કરી છે કે નગરપાલિકા પોતાની હદની જમીન કે પેશકદમીવાળી જગ્યાએ સર્વે કરાવીને ત્યાં જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બેસાડે. ​સ્થાનિક આગેવાન કાનજીભાઈ ગરેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા પાસે હજારો વીઘા જમીન ઉપલબ્ધ હોવા છતાં ગામડાની ફળદ્રુપ જગ્યા કેમ પસંદ કરવામાં આવે છે? ગામડાના ખેડૂતો અને જંગલને બરબાદ કરવાનું કામ ન કરવું જોઈએ. ભાજપ સરકાર અને હોદ્દેદારોને ટાંકીને તેમણે કહ્યું કે ગામડાના ખેડૂતો દેશનો મુખ્ય આધાર છે અને જો ગામમાં ખોબે-ખોબે મત મળ્યા હોય તો નેતાઓએ ગામડાનું અહિત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો આ પ્લાન્ટ નાખવામાં આવશે તો ગામ લોકો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ તમામ વિરોધ અને રજૂઆતો વચ્ચે માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ગ્રીષ્માબેન થાપણિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સરકારની સૂચના મુજબ દરેક નગરપાલિકામાં ભૂગર્ભ ગટર બનાવવાની છે અને તે અંતર્ગત માંગરોળમાં પણ કામગીરી હાથ ધરવાની છે. મક્તુપુર ખાતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે અને તેમાં લોકોનો વિરોધ હોવાનું સાંભળવા મળ્યું છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા કચેરીમાં કોઈ લેખિત અરજી કે રજૂઆત આવી નથી. જો લેખિતમાં વિરોધ અથવા રજૂઆત પ્રાપ્ત થશે તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરી સરકાર સુધી વિગતો પહોંચાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન:દિલ્હી-પટનામાં માર્ચ, દેહરાદૂનમાં કાર્યકર્તાઓ બેરિકેડ્સ પર ચઢ્યા; કોકરોચ પાર્ટીએ કહ્યું- 2 ઑક્ટોબરથી આંદોલન
    Next Article
    નિઝામપુરામાં કપિરાજના આંતકથી છ કલાક લોકો ઘરમાં પુરાયા:વન વિભાગની રેસ્ક્યુ ટીમને પણ બચકાં ભર્યા, 6 કલાકની મથામણ બાદ વાનર પાંજરે પૂરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment