Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ પહેલાં જ કામકાજ શરૂ કરો:ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, તુક્કલ અને ભારે ગ્લાસ કોટેડ માંજા પર પ્રતિબંધની અમલવારી ઉપર હાઈકોર્ટની સૂચના

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2016માં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધની માંગ સાથેની જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે ઉપરોક્ત સામગ્રી સાથે સિન્થેટિક દોરી અને ભારે ગ્લાસ કોટેડ માંજા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. દર વર્ષે ઉત્તરાયણના આગમન પહેલા આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં અમલવારી બાબતે સુનાવણી યોજાય છે. જાહેરનામામાં અગાઉના તમામ નિર્દેશોનો સમાવેશ કરવામાં આવે આજે સરકારી વકીલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ તરફથી પ્રતિબંધને લગતા જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે. જો કે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ જાહેરનામામાં હાઇકોર્ટ દ્વારા અગાઉ અપાયેલા તમામ નિર્દેશોનો સમાવેશ કરવામાં આવે. વળી ફક્ત જાહેરનામું બહાર પાડીને સંતોષ માનવામાં આવી નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવી જોઈએ. 'કોર્ટ ઉત્તરાયણના તહેવાર ઉપર પ્રતિબંધ મૂકી શકે નહીં' કારણ કે ઉતરાયણને લગતી સામગ્રીઓનું ઉત્પાદન અત્યારથી જ શરૂ થઈ જાય છે. આથી પ્રતિબંધિત સામગ્રીઓનું ઉત્પાદન અટકાવી શકાય. વળી હાઇકોર્ટે અરજદારને પણ જણાવ્યું હતું કે કોર્ટ ઉત્તરાયણના તહેવાર ઉપર પ્રતિબંધ મૂકી શકે નહીં. તેઓએ લોકોને પતંગ ન ચગાવવા માટે જાગૃત કરવા કેમ્પેઇન કરવું જોઈએ. વળી જો દરેક નાગરિકો કાયદો પાળતા જ હોત તો હાઇકોર્ટ કે જિલ્લા અદાલતોની જરૂર જ નહોતી. હાઇકોર્ટે આ સંદર્ભે વધુ સુનાવણી 9 ઓક્ટોબરના રોજ રાખી છે, તેમજ ઓથોરિટીની કામગીરી કોર્ટ સમક્ષ મુકવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાલ મરચા અને ધાણાજીરૂમાં આરોગ્ય માટે જોખમી ભેળસેળ:રાજકોટ મનપાનો ફૂડ વિભાગ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે, વધુ 662 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પરથી 981 ગ્રામ કોકેઈન ઝડપાયું:કતાર એરવેઝમાં આવેલા યુગાન્ડાના મુસાફરની DRIએ ધરપકડ કરી, ટ્રોલી બેગના હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સમાં જથ્થો છૂપાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment