Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલ મરચા અને ધાણાજીરૂમાં આરોગ્ય માટે જોખમી ભેળસેળ:રાજકોટ મનપાનો ફૂડ વિભાગ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે, વધુ 662 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

    1 day ago

    રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બે મહિના પૂર્વે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન વિજય પ્લોટમાં આવેલ 'શ્રીનાથજી ટ્રેડર્સ'માંથી લેવાયેલા લાલ મરચાં પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂનાઓ લેબોરેટરી તપાસ દરમિયાન ફેઇલ જાહેર થયા છે. લાલ મરચાં પાવડરમાં પ્રતિબંધિત પિંક કલર તેમજ મકાઈના સ્ટાર્ચની ભેળસેળ મળી આવી છે. જ્યારે ધાણાજીરું પાવડરમાં પ્રતિબંધિત નોન-પરમિટેડ કલરિંગ મેટર અને સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવતા તેને 'ફેલ' જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે ફૂડ વિભાગ દ્વારા વેપારીની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આજે 48 વેપારી પેઢીઓ, હોટલો, કેન્ટીનો અને હોસ્ટેલોમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં પણ વધુ 662 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ અંદાજે બે મહિના પહેલા લેવાયેલા નમૂનાઓ પૈકી વિજય પ્લોટ-18, જય ખોડિયાર ખાતે આવેલ "શ્રીનાથજી ટ્રેડર્સ" માંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના 2 નમૂના પૃથ્થકરણ રિપોર્ટ બાદ ફેઇલ જાહેર થયા છે. જેમાં "લાલ મરચાં પાવડર (લૂઝ)" ના નમૂનામાં પ્રતિબંધિત કલરિંગ મેટર તરીકે પિંક અને ઓરેન્જ કલરની નોન-પરમિટેડ ઓઈલ સોલ્યુબલ સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવી હતી, જે "અનસેફ ફૂડ" સાબિત થયું છે. ઉપરાંત માઈક્રોસ્કોપિક તપાસમાં મરચાંના પાવડરમાં પુષ્કળ પ્રમાણમાં મકાઈનો સ્ટાર્ચ મિશ્રિત થયેલો મળી આવતા તે "સબસ્ટાન્ડર્ડ" પણ જાહેર થયો છે. આમ, આ નમૂનો "અનસેફ તથા સબસ્ટાન્ડર્ડ" જાહેર થતાં પેઢી સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આ પેઢીમાંથી લેવાયેલ "ધાણાજીરું પાવડર (લૂઝ)" નો નમૂનો પણ પ્રતિબંધિત નોન-પરમિટેડ ઓઈલ સોલ્યુબલ યલો અને બ્લૂ સિન્થેટીક ડાઈઝની ક્ષતિને કારણે "અનસેફ ફૂડ" જાહેર થયો છે અને તેની સામે પણ પ્રોસિક્યુશન કેસ હેઠળ કાનૂની પગલાં લેવાશે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હરિનગર, સાધુ વાસવાણી રોડ પર સ્થિત 'BLINK COMMERCE PVT. LTD.' ખાતે તપાસ કરતા પેઢીમાં સંગ્રહાયેલો અંદાજે 596 કિલો લેબલ વગરનો, સપ્લાયર કે ઉત્પાદકની વિગતો વગરનો અને યુઝ બાય ડેટ દર્શાવ્યા વિનાનો પડતર શાકભાજી તથા ફ્રુટનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થાનો SWM શાખાના ટીપર વાન દ્વારા સ્થળ પર જ નાશ કરાયો હતો તથા અસ્વચ્છતા અને સંગ્રહ બાબતે નોટિસ આપી રૂ. 10,000 નો દંડ વસૂલાયો હતો. નાના મવા રોડ પર આવેલ 'પ્રમુખમ ઢોસા હબ (વ્રજલીલા રેસ્ટોરન્ટ)' માંથી સાંભરનો નમૂનો લેવાયો હતો અને 63 કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરી રૂ. 3,000 નો દંડ વસૂલાયો હતો. ઓસ્કાર સિટી સ્થિત 'દેવી મદ્રાસ કાફે' માંથી મૈસુર ઢોસાનો મસાલો અને ટામેટાની ચટણીના નમૂના લેવાયા હતા તેમજ રૂ. 3,000 વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. લક્ષ્મીનગરના રોહિતભાઈ મથુરભાઈ વઘાસિયા પાસેથી ટોફું (સોયા પનીર) નો નમૂનો લઈ નોટિસ અપાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ સમાધાન ન થાય તે હેતુથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીનો અને હોસ્ટેલોમાં પણ તપાસ લંબાવવામાં આવી હતી. મુંજકા સ્થિત 'હરિવંદના કોલેજ કેન્ટીન' માંથી 3 કિલો વાસી ચટણી અને મરચું નાશ કરી રૂ. 1,000 નો દંડ લેવાયો હતો. દ્વારકેશ હોસ્ટેલ, ઓમ ગર્લ્સ પી.જી., અર્ચિવ ગર્લ્સ હોસ્ટેલ અને શ્રી બોયઝ હોસ્ટેલમાંથી લાયસન્સ બાબતે નોટિસ આપી દરેક પાસેથી રૂ. 1,000 લેખે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુવિધા ગર્લ્સ હોસ્ટેલ, આત્મીય ગર્લ્સ હોસ્ટેલ, આશીર્વાદ ગર્લ્સ હોસ્ટેલ, જય સતાધાર હોસ્ટેલ, જરિયા હોસ્ટેલ, ન્યૂ એરા બોયઝ હોસ્ટેલ અને ક્રાઇસ્ટ કોલેજ કેન્ટીનમાં પણ તપાસ કરવામાં આવી હતી. શહેરના રામપીર ચોકડી, રૈયાધાર, કાલાવડ રોડ અને મોટા મવા વિસ્તારમાં આવેલી અનેક નાની-મોટી વેપારી પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઠારી સુપર માર્કેટ, સંતોષી બેકરી, રાજુ દાળ પકવાન, શ્રીજી વડાપાઉં, જય દ્વારકાધીશ હોટેલ, દેવજીવન હોટલ, જય દ્વારકાધીશ મેડિસીન્સ, મોહિના ટ્રેડર્સ, ક્રિષ્ના અમૂલ પાર્લર, શ્રીરામ ફરસાણ, એસ. કે. માર્ટ, કામધેનુ બેકરી, સાગર સેલ્સ એજન્સી, માધવ અમૂલ પાર્લર, કોઠારી માર્ટ LLP, શિવાય ફાર્મસી, ઠાકરધણી હોટલ, સાગર ડેરી ફાર્મ, આકાશ ડેરી ફાર્મ, ગિરિરાજ ફરસાણ, સાંઈકૃપા માર્ટ, શ્રીનાથજી ફરસાણ, બી.કે. સુપર માર્કેટ, ન્યુ શ્રીજી આઈસ્ક્રીમ એન્ડ ડેરી, તરજ સેલ્સ એજન્સી, બજરંગ ફરસાણ, શ્રીનાથજી ડેરી ફાર્મ, COOL ZONE ICE CREAM, ઉમા ડેરી ફાર્મ, આનંદ પ્રોવિઝન સ્ટોર, શ્રી મહાજન ફરસાણ અને રાધે ક્રિષ્ના ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    "બાળક છે રડવાનું જ, બેનને બેસવા દો":પોલીસ માતાને બહાર કાઢતી હતી ને CMએ ભાષણ અટકાવ્યું, ભાવનગરના ઓડિટોરિયમમાં હળવી ટકોરથી ભૂપેન્દ્ર પટેલે લોકોના દિલ જીત્યા
    Next Article
    નવરાત્રિ પહેલાં જ કામકાજ શરૂ કરો:ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, તુક્કલ અને ભારે ગ્લાસ કોટેડ માંજા પર પ્રતિબંધની અમલવારી ઉપર હાઈકોર્ટની સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment