Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પરથી 981 ગ્રામ કોકેઈન ઝડપાયું:કતાર એરવેઝમાં આવેલા યુગાન્ડાના મુસાફરની DRIએ ધરપકડ કરી, ટ્રોલી બેગના હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સમાં જથ્થો છૂપાવ્યો

    1 day ago

    અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાણે કે દાણચોરી માટે પંકાઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. ગાંજો, સોનાના દાગીનાથી માંડીને નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આ કેસો જોતાં ગુજરાત ઉડતાં પંજાબની દિશામાં ધસી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગઈ કાલે તા. 24 સપ્ટેમ્બરના રોજ કતાર એરવેઝમાં આવેલા યુગાન્ડાના મુસાફર પાસેથી DRIએ લાખો રૂપિયાની કિંમતનો કોકેઈનનો જથ્થો પકડી પાડ્યો હતો. DRIએ મુસાફરની ધરપકડ કરી તે કોની પાસેથી લાવ્યો હતો અને ભારતમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે DRI યુગાન્ડાના યુવકને અટકાવ્યો DRI, અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓને 24 સપ્ટેમ્બર, 2026ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA), અમદાવાદ ખાતે આવનાર યુગાન્ડાનો એક નાગરિક ભારતમાં માદક પદાર્થોની દાણચોરી કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ યુગાન્ડાથી આવેલાં મુસાફરને અટકાવવામાં આવ્યો હતો. જોકે તેણે શરૂઆતમાં પોતાની પાસે કોઈ પ્રતિબંધિત વસ્તુ હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. યુવકની બેગમાંથી 981 ગ્રામ કોકેઈનનો જથ્થો મળ્યો તપાસ દરમિયાન, ટ્રોલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સની અંદર ચાલાકીથી છુપાવેલી પોલિથીન બેગમાં ભરેલો સફેદ પાવડર જેવો પદાર્થ મળી આવ્યો હતો. કુલ 981 ગ્રામ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસમાં તે કોકેઈન હોવાનું સાબિત થયું હતું. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ પહેલાં જ કામકાજ શરૂ કરો:ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, તુક્કલ અને ભારે ગ્લાસ કોટેડ માંજા પર પ્રતિબંધની અમલવારી ઉપર હાઈકોર્ટની સૂચના
    Next Article
    Diljit Dosanjh, Khali Back Drive To Save Punjab Trucker On Death Row In Saudi Arabia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment