Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ‘કૃષ્ણા પર્યાવરણ ધામ’નું લોકાર્પણ:ઊંઝા ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક ખાતે ધાર્મિક, સામાજિક અને રાજકીય દિગ્ગજો હાજર રહ્યા

    9 hours ago

    શ્રીકૃષ્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અને કૃષ્ણા ગ્રુપ પાટણ દ્વારા ‘કૃષ્ણા પર્યાવરણ ધામ’ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તરભ વાળીનાથ ધામના ગાદીપતિ જયરામગીરી બાપુએ આશીર્વચન આપ્યા હતા. તેમની સાથે પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, હાસાપુરના પૂર્વ સરપંચ અમૃતભાઈ દેસાઈ, વિસ્તારના કોર્પોરેટર અને ચીફ ઓફિસર પણ હાજર રહ્યા હતા. આ કામના મુખ્ય દાતા જીગરભાઈ દેસાઈ પરિવાર અને વન વિહોતર - પાટણ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કર્મચારી મિત્રો, રામદેવપીર સેવા કેમ્પના સ્વયંસેવકો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર હતા. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું કે, આ ધામ પાટણ શહેરની હરિયાળી વધારવામાં અને આવનારી પેઢીને પ્રકૃતિ પ્રેમ શીખવવામાં મદદ કરશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ક્રિષ્ના ગ્રુપ અને સ્થાનિક લોકોએ ઘણી મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિંધોત શાળામાં શિક્ષકોના વિવાદથી વિદ્યાર્થી ઘટ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કર્યો:સંખ્યા 250થી ઘટીને 78 થતાં તહેવારના દિવસે શાળાનો ઘેરાવો, તપાસના આદેશ
    Next Article
    નવસારીમાં ₹9.79 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો:બોલેરો પીકઅપમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો હતો, એક વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment