Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંધોત શાળામાં શિક્ષકોના વિવાદથી વિદ્યાર્થી ઘટ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કર્યો:સંખ્યા 250થી ઘટીને 78 થતાં તહેવારના દિવસે શાળાનો ઘેરાવો, તપાસના આદેશ

    8 hours ago

    ભરૂચના સિંધોત ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેના આંતરિક વિવાદનો મામલો ગરમાયો છે. શિક્ષકોના ઝઘડાને કારણે શાળાનું ભણતર બગડતું હોવાના આરોપ સાથે ગ્રામજનો અને વાલીઓએ તહેવારના દિવસે શાળાને ઘેરીને વિરોધ કર્યો હતો. ધોરણ 1 થી 8 સુધીની આ શાળામાં પહેલા લગભગ 250 વિદ્યાર્થીઓ ભણતા હતા. છેલ્લા દોઢ વર્ષમાં શિક્ષકોના ઝઘડાને કારણે ઘણા વાલીઓએ પોતાના બાળકોને બીજી શાળાઓમાં દાખલ કર્યા છે. અત્યારે શાળામાં ફક્ત 78 વિદ્યાર્થીઓ જ ભણી રહ્યા છે. બાકીના વિદ્યાર્થીઓ ભણવા માટે નજીકના ગામોમાં જાય છે. 1500થી વધુ વસ્તીવાળા સિંધોત ગામની આ શાળામાં હાલમાં પાંચ શિક્ષકો કામ કરી રહ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે શિક્ષકો વચ્ચે વારંવાર થતા ઝઘડાની અસર શાળાના વાતાવરણ અને વિદ્યાર્થીઓના ભણતર પર પડે છે. આ બાબતે સરપંચ, વોર્ડ સભ્યો અને ગ્રામજનોએ પહેલા પણ મોટા અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં નારાજગી છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગને માંગ કરી છે કે 5 ઓક્ટોબર સુધીમાં હાલના બધા શિક્ષકોની બદલી કરીને શાળામાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. જો આ સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો સરપંચ સહિતના ગ્રામજનોએ શાળાને તાળું મારવા જેવા કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. વાલીઓ અને ગ્રામજનોની માંગ છે કે વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે જરૂરી પગલાં લેવાય. આ વિશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું કે, "સિંધોત પ્રાથમિક શાળાના વિવાદમાં ત્રણેય શિક્ષકોને પહેલા જ ચાર્જશીટ અપાઈ છે અને તેની તપાસ ચાલી રહી છે. આજે શાળામાં જે ઘટના બની છે તેની અલગથી વિગતવાર તપાસ કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO)ને સૂચના અપાઈ છે. સ્થળ તપાસનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે."
    Click here to Read More
    Previous Article
    મચ્છુ નદીમાં સાદુળકા ગામ પાસે ગણેશ વિસર્જનમાં દુર્ઘટના:વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા; ફાયર બ્રિગેડે બેનું રેસ્ક્યૂ કર્યું; એકની મોડી રાત્રે, બીજાની બપોરે લાશ મળી
    Next Article
    પાટણમાં ‘કૃષ્ણા પર્યાવરણ ધામ’નું લોકાર્પણ:ઊંઝા ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક ખાતે ધાર્મિક, સામાજિક અને રાજકીય દિગ્ગજો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment