Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ નદીમાં સાદુળકા ગામ પાસે ગણેશ વિસર્જનમાં દુર્ઘટના:વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા; ફાયર બ્રિગેડે બેનું રેસ્ક્યૂ કર્યું; એકની મોડી રાત્રે, બીજાની બપોરે લાશ મળી

    16 hours ago

    મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. નદીના ઊંડા પાણીમાં ફસાયેલા બે યુવકોને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સફળ રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢી લીધા છે અને મોડી રાત્રે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. ત્યાર બાદ આજે બપોરે બીજા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ગણેશ વિસર્જન માટે નદી પર પહોંચેલા 4 યુવકો પૈકી 2 યુવકો પાણીમાં ગરકાવ થતાં આનંદનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે હોનારત મોરબી નજીકના પીપળી ગામથી સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવકોનું ગ્રુપ પહોંચ્યું હતું. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન અચાનક ચાર યુવાનો નદીના ઊંડા પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. . મચ્છુ નદીમાંથી એક બાદ એક બે યુવાનનો મૃતદેહ મળ્યા સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં પીપળી ગામથી ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પૈકી ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં પાણી વચ્ચે ફસાયેલા આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈ નામના બે યુવાનોને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હેમખેમ બહાર કાઢી લીધા હતા. જોકે, પાણીના ઊંડા વહેણમાં ગરકાવ થઈ ગયેલા સોહન રામ અને વિલાસ નામના બે યુવાનોને ભારે જહેમત બાદ મૃત મળી આવ્યા હતા.પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે 'કોલ મળતા જ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી' મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ મોરબી ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે જુના સાદુળકા પાસે આવેલી મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 4 લોકો ફસાયા છે. કોલ મળતા જ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી 2 વ્યક્તિઓને સહીસલામત બચાવી લીધા હતા, જ્યારે 2 વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હતા" પથ્થરની ખાણોમાં વિસર્જનની ખાસ વ્યવસ્થા મહાપાલિકા ચીફ ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સુરક્ષિત વિસર્જન માટે શહેરમાં ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ મૂર્તિઓનું લીલાપર ઘૂનડા રોડ પર આવેલી પાણી ભરેલી પથ્થરની ખાણોમાં વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. અકસ્માત રોકવા માટે અન્ય કુદરતી જળાશયો કે નદીઓમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તંત્રના નિયમોના ઉલ્લંઘનથી સર્જાઈ દુર્ઘટના તંત્રના સ્પષ્ટ પ્રતિબંધ છતાં કેટલાક લોકો સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે પહોંચી જતાં આ દુર્ઘટના ઘટી હતી.પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે હાજર રહીને આગળની તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'હુંકાર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું:લીડ એક્ટ્રેસિસ અનીત પડ્ડા અને ફાતિમા સના શેખનો ઉત્સાહ વધારવા રણવીર સિંહ પણ પહોંચ્યો
    Next Article
    સિંધોત શાળામાં શિક્ષકોના વિવાદથી વિદ્યાર્થી ઘટ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કર્યો:સંખ્યા 250થી ઘટીને 78 થતાં તહેવારના દિવસે શાળાનો ઘેરાવો, તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment