Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હુંકાર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું:લીડ એક્ટ્રેસિસ અનીત પડ્ડા અને ફાતિમા સના શેખનો ઉત્સાહ વધારવા રણવીર સિંહ પણ પહોંચ્યો

    7 hours ago

    અનીત પડ્ડા અને ફાતિમા સના શેખ સ્ટારર વેબ સિરીઝ ‘હુંકાર: ધ રોર’નું વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગમાં બંને લીડ એક્ટ્રેસ ઉપરાંત શ્વેતા ત્રિપાઠી અને રણવીર સિંહ પણ નજરે પડ્યા હતા. અનીત પડ્ડાની આ સીરિઝ ફિલ્મ ‘સૈયારા’ની સફળતા બાદ ચર્ચામાં છે. કોર્ટરૂમ ડ્રામા પર આધારિત ‘હુંકાર: ધ રોર’ 25 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થઈ છે. જુઓ ‘હુંકાર’ની સ્ક્રીનિંગની તસવીરો- અનીત પડ્ડાની ત્રીજી વેબ સિરીઝ સિરીઝ 'હુંકાર'માં અનિત પડ્ડા સાથે ફાતિમા સના શેખ અને મોહમ્મદ ઝીશાન અય્યુબ જોવા મળશે. આ સિરીઝ 17 વર્ષની મીનુ રાવત (અનીત પડ્ડા)ની વાર્તા છે, જે પ્રભાવશાળી ધર્મગુરુ ‘બાપજી’ પર યૌન શોષણનો આરોપ લગાવે છે. મીનુનો સંઘર્ષ માત્ર બહારના લોકો અને સમાજ સાથે લડવાનો નથી, પરંતુ ખુદ તેના પિતા, જે બાપજી પર અસિમ શ્રદ્ધા ધરાવે છે, તેમને પણ વિશ્વાસ અપાવવાનો છે. જોકે, આ સંઘર્ષમય સમય દરમિયાન એસીપી જસલીન સિંહ સોંઈ (ફાતિમા સના શેખ) તેની સાથે ઢાલ બનીને ઊભી રહે છે. ટ્રેલર દરમિયાન એક ડાયલોગ આવે છે કે, ‘જ્યારે દુષ્કર્મના આરોપી વિરુદ્ધ બોલવું ગુનો થઈ જાય, તો આ કોનો દેશ છે, રામનો કે રાવણનો?’ જિયોહોટસ્ટારે ટ્રેલર શેર કરતા X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “જ્યારે એક છોકરીનો અવાજ સમાજની ભક્તિ સાથે ટકરાશે, ત્યારે જીત કોની થશે?" આ સિરીઝનું ડિરેક્શન કરણ ડી કપાડિયા, નિત્યા મેહરા અને હીરાજ મારફતિયાએ કર્યું છે. તેમાં રઘુબીર યાદવ અને રામ કપૂર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં મોટો અપસેટ સર્જાયો:નેપાળે અફઘાનિસ્તાનને ધૂળ ચટાવી, ક્વાર્ટર ફાઇનલનું ગણિત બદલાયું; હવે ભારત સામે રમી શકે મેચ
    Next Article
    મચ્છુ નદીમાં સાદુળકા ગામ પાસે ગણેશ વિસર્જનમાં દુર્ઘટના:વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા; ફાયર બ્રિગેડે બેનું રેસ્ક્યૂ કર્યું; એકની મોડી રાત્રે, બીજાની બપોરે લાશ મળી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment