Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ₹9.79 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો:બોલેરો પીકઅપમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો હતો, એક વોન્ટેડ

    10 hours ago

    રાજ્યમાં આગામી તહેવારો અને ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. આ દરમિયાન નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. નવસારી રૂરલ વિસ્તારમાંથી પોલીસે 9.79 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. LCB ટીમને 25 સપ્ટેમ્બરે મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારીના બોરીયાચ ગામ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને રોકીને તપાસ કરાઈ. ગાડીનો પાછળનો ભાગ પહેલા ખાલી દેખાયો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ કરતા પિકઅપમાં એક ચોરખાનું બનાવેલું જોવા મળ્યું. આધુનિક ફેબ્રિકેશનની મદદથી બનાવેલા આ ચોરખાનામાંથી વ્હીસ્કી અને વોડકાની કુલ 855 બોટલો મળી આવી. આ દારૂની કિંમત આશરે 2,74,500 રૂપિયા થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મહિન્દ્રા બોલેરો ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. કુલ 9,79,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પકડાયેલા આરોપીનું નામ ઇશારામ ઉર્ફે ઇશ્વર કાલારામ રામારામ ભીલ છે, જે ગાડી ચલાવી રહ્યો હતો. વોન્ટેડ આરોપી નરેશકુમાર ઉર્ફે રમેશ સરદારારામ પુરોહીત છે, જેણે આ દારૂનો જથ્થો ભરી આપી સુરત-પલસાણા સુધી મંગાવ્યો હતો. ગાડીના હાલના માલિક અને તપાસમાં ખુલે તેવા અન્ય શખ્સો સામે પણ તપાસ શરૂ છે. આ સફળ કામગીરીમાં LCB ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને સ્ટાફના અશોકભાઈ, લાલુસિંહ, મનોજકુમાર સહિતના કર્મચારીઓ સામેલ હતા. તહેવારોની સિઝનમાં પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ‘કૃષ્ણા પર્યાવરણ ધામ’નું લોકાર્પણ:ઊંઝા ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક ખાતે ધાર્મિક, સામાજિક અને રાજકીય દિગ્ગજો હાજર રહ્યા
    Next Article
    વેસુમાં સમજાવવા જતાં મિત્રએ જ ગળામાં ચાકુના ઘા ઝીંક્યાં:દુકાનદાર સાથેની બોલાચાલી શાંત પાડવા ગયેલા મુકુલને ઉશ્કેરાયેલા જીતુએ મોતને ઘાટ ઉતાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment