Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઢી લાખનો ડ્રેસ અને એક લાખના સેન્ડલ:'ડોન્ટ બી શાય'ના સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટનો ક્યુટ અંદાજ; 'લવ એન્ડ વૉર'માંથી એક્ટ્રેસનો રેટ્રો લુક રિવીલ

    10 hours ago

    આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ 'ડોન્ટ બી શાય'નું મુંબઈમાં ગુરુવારે ખાસ સ્ક્રીનિંગ યોજાયું. આ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર અને સાસુ નીતૂ કપૂર સાથે પહોંચી હતી. આ ઇવેન્ટમાં સૌથી વધુ આલિયા ભટ્ટના ડ્રેસે સૌનું ધ્યાન ખેંચ્યું. અઢી લાખનો ખાસ ડિઝાઇનર ડ્રેસ 'ડોન્ટ બી શાય'ના સ્ક્રીનિંગ ઇવેન્ટમાં આલિયા ભટ્ટે ડિઝાઇનર આશિષ ગુપ્તાનો ખાસ ફૉલ 2026 રેડી ટુ વેર કલેક્શનનું સિક્વન ટોપ અને સ્કર્ટ પહેર્યું હતું. સિલ્વર કલરના સિક્વન પર યેલો, પિંક, બ્લુ અને રેડ કલરના ફ્લાવર્સ બનેલા હતા. ટોપના ગોળ ગળાં અને શોર્ટ સ્લીવ્સ પર સિલ્વરની મોટી સિક્વન બોર્ડર આપવામાં આવી છે. આશિષ ગુપ્તાના આ કલેક્શનની કિંમત ₹1,50,000 થી 2,50,000થી વધુની છે. સોશિયલ મીડિયા પર આલિયાના ડ્રેસની કિંમત અઢી લાખ સુધીની અંદાજવામાં આવી રહી છે. એક લાખના સેન્ડલે ચાર ચાંદ ઉમેર્યાં આલિયાએ આ સિલ્વર સિક્વન ડ્રેસમાં ડ્રામા એડ કરવા માટે તેણે એક્વાઝુરા બ્રાન્ડની ચમકતા ક્રિસ્ટલ અને બૉ ડિઝાઇન ધરાવતી ડાર્ક ગ્રીન કલરની પમ્પ્સ (હાઈ હીલ્સ) પહેરી હતી. આ વેરી બૉ ટાઇ ક્રિસ્ટલ પમ્પ્સની કિંમત અંદાજે ₹1,05,000થી વધુ આંકવામાં આવી રહી છે. આલિયાએ ડ્રેસ સાથે મેચિંગ સિલ્વર ઇયરરિંગ પહેરી હતી. સાથે જ મિનિમલ મેકઅપ સાથે તેણે વાળને વચ્ચે પાર્ટિશન કરીને ખુલ્લા રાખ્યા હતા. ઇવેન્ટમાં રણબીર કપૂર આઇસ બ્લુ શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે નીતૂ કપૂરે પણ સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યો હતો. સ્ક્રીનિંગમાં કપૂર પરિવાર ઉપરાંત આલિયાના પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં સામેલ થયાં હતાં. બંને પરિવારોએ સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. સ્ક્રીનિંગમાં કરણ જોહર, વરુણ ધવન, અયાન મુખર્જી, શર્વરી વાઘ અને સમય રૈના સહિત અનેક સેલિબ્રિટીઝ પણ પહોંચ્યા હતા. ‘ડોન્ટ બી શાય’નું નિર્માણ આલિયા અને શાહીન ભટ્ટે પોતાના પ્રોડક્શન હાઉસ એટરનલ સનશાઇન પ્રોડક્શન્સ હેઠળ કર્યું છે. ફિલ્મ 25 સપ્ટેમ્બરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે. જુઓ ‘ડોન્ટ બી શાય’ના સ્ક્રીનિંગની તસવીરો- ‘ડોન્ટ બી શાય’થી ચાર એક્ટર્સ અને એક ડિરેક્ટરનું ડેબ્યૂ ફિલ્મ ‘ડોન્ટ બી શાય’માં ચાર નવા એક્ટર્સ અને એક ડેબ્યુટન્ટ ડિરેક્ટર છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં આલિયાએ કહ્યું હતું, '14 વર્ષ પહેલાં મેં એક એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આજે 14 વર્ષ બાદ હું ચાર નવા એક્ટર્સ અને એક ડેબ્યુટન્ટ ડિરેક્ટરને રજૂ કરી રહી છું.' તેણે આગળ કહ્યું હતું, 'આ સમયે હું તેમના કરતાં ઘણી વધુ નર્વસ છું. મારા પેટમાં પતંગિયાં ઊડી રહ્યાં છે.' 'લવ એન્ડ વોર'માં આલિયાનો રેટ્રો લુક બીજી તરફ આજે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માંથી આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. આ ફિલ્મમાં આલિયા ગ્લેમરસ રેટ્રો અને વિન્ટેજ અવતારમાં જોવા મળી રહી છે. સંજય લીલા ભણસાલીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' (અગાઉ ટ્વિટર) પર આલિયાના આ લુકની પ્રથમ તસવીર શેર કરી છે. ઓલ્ડ-સ્કૂલ ફેશન, સ્પાર્કલિંગ ડિટેલ્સ અને ક્લાસિક સ્ટાઇલિંગ સાથે આલિયાનો આ લુક ખૂબ જ ચર્ચામાં છે. આ મોટા બજેટની ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂર અને વિક્કી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. સામે આવેલી પહેલી તસવીરમાં આલિયા ભટ્ટ 60 અને 70ના દાયકાની રેટ્રો ફેશનમાં જોવા મળી રહી છે. તેના આઉટફિટમાં બ્લિંગ અને વિન્ટેજ સ્ટાઇલિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. , 'લવ એન્ડ વોર' સંંબંધિત આ સમાચાર પણ વાંચો… મોટી મૂછો અને લોહીથી ખરડાયેલો હાથ:'લવ એન્ડ વૉર'માં રણબીર કપૂરનો દબદબાભર્યો અંદાજ, પહેલો લુક રિવીલ ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માંથી રણબીર કપૂરનો પહેલો લુક સામે આવ્યો છે. પોસ્ટરમાં રણબીરનો ઇન્ટેન્સ અને રૉ અંદાજ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    ડુપ્લીકેટ દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા:જામનગર LCBએ રાજસ્થાન અને હરિયાણામાંથી પકડ્યા, કનસુમરા-નેવીમોડાના દારૂના કેસમાં ફરાર હતા
    Next Article
    ખતરનાક! AI એજન્ટે સરકારી સિસ્ટમ હેક કરી:સીક્રેટ ફાઇલોમાંથી ગુપચુપ ડેટો ચોરી લીધો, સરકારને 54 દિવસ પછી જાણ થઈ; CEO સેમે કહ્યું- AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ડર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment