Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખતરનાક! AI એજન્ટે સરકારી સિસ્ટમ હેક કરી:સીક્રેટ ફાઇલોમાંથી ગુપચુપ ડેટો ચોરી લીધો, સરકારને 54 દિવસ પછી જાણ થઈ; CEO સેમે કહ્યું- AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ડર

    17 hours ago

    વિશ્વમાં પહેલીવાર કોઈ AI એજન્ટ દ્વારા સરકારી વેબસાઇટમાં ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની હતી. OpenAIના એજન્ટે અહીંના હેલ્થકેર સર્વિસ પોર્ટલમાં ઘૂસણખોરી કરીને ફાઇલો સુધી પહોંચ મેળવી અને માહિતી મેળવી હતી. તેમાં આરોગ્ય ખર્ચ અને દવા સબસિડી સંબંધિત ડેટા હતો. OpenAIએ આ ઘટનાની જાણ સરકારને 54 દિવસ બાદ કરી હતી. વડાપ્રધાન અલ્બનીઝે ન્યૂયોર્કમાં OpenAIના વડા સેમ ઓલ્ટમેન સાથે ફોન પર વાત કરીને વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન OpenAIના CEO સેમે કહ્યું કે AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ખતરો છે. દેશોએ મળીને સુરક્ષા ધોરણો નક્કી કરવા જોઈએ, જેથી ટેક્નોલોજી વધુ શક્તિશાળી બને ત્યારે પણ તેનું નિયંત્રણ જળવાઈ રહે. ઓસ્ટ્રેલિયા હવે તપાસ કરશે કે કંપની સામે ફોજદારી કેસ બને છે કે નહીં. આ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ આ ઘૂસણખોરીને અગાઉ કેમ પકડી શકી નહીં. OpenAIએ પણ સ્વીકાર્યું છે કે તેના મોડેલોએ એવા પગલાં લીધાં, જે કંપનીનો ઇરાદો નહોતો. UNમાં AI દિગ્ગજોએ કહ્યું- હવે વૈશ્વિક નિયંત્રણ જરૂરી AIના વધતા જોખમો અંગે UNSCમાં ટેક દિગ્ગજોએ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી. OpenAIના CEO સેમ સહિત સૌનું કહેવું છે કે AI પર વૈશ્વિક નિયંત્રણ જરૂરી છે. એન્થ્રોપિક: CEO અમોડેઈએ ચેતવણી આપી કે ખોટી રીતે સંચાલિત કરવામાં આવેલું AI સમગ્ર માનવતા માટે ખતરો બની શકે છે. તેમણે જૈવિક હથિયારો બનાવવામાં AIના ઉપયોગને રોકવા માટે સંયુક્ત નિયમોની માગ કરી. હગિંગ ફેસ: CEO ક્લેમેન્ટ ડેલાંગે AIની શક્તિને કોઈ એક કંપની કે દેશ સુધી મર્યાદિત ન રહેવા દેવા પર ભાર મૂક્યો. ક્લોડે શોધી નવી એન્ઝાઇમ સિસ્ટમ, જીન સંશોધનમાં ખુલશે નવા માર્ગ એન્થ્રોપિકના AI મોડલ ક્લોડે DNA ડેટા તપાસીને ART નામની એન્ઝાઇમ સિસ્ટમ શોધી છે. વૈજ્ઞાનિકો અગાઉ તેની ઓળખ કરી શક્યા નહોતા. ક્લોડના આ સંશોધનથી જીન સંશોધનમાં નવા માર્ગો ખુલશે. DNAમાં ફેરફાર કરીને બીમારી પેદા કરતી વસ્તુઓ દૂર કરી શકાશે અને કોષમાં મનગમતા ગુણધર્મો ઉમેરી શકાશે. ART, જીન એડિટિંગમાં ઉપયોગમાં લેવાતી ક્રિસ્પર ટેક્નિકની પેટર્ન જેવું છે. 950 AI એજન્ટ્સે 2 લાખથી વધુ એન્ઝાઇમ્સની તપાસ કરીને આ સિસ્ટમ 21 કલાકમાં શોધી કાઢી. તેનું મહત્ત્વ એ છે કે AI ભવિષ્યમાં સંશોધનની ગતિ ઘણી વધારશે.
    Click here to Read More
    Previous Article
    અઢી લાખનો ડ્રેસ અને એક લાખના સેન્ડલ:'ડોન્ટ બી શાય'ના સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટનો ક્યુટ અંદાજ; 'લવ એન્ડ વૉર'માંથી એક્ટ્રેસનો રેટ્રો લુક રિવીલ
    Next Article
    પરિવારને એક બાદ એકે આવી માર્યો, કાકા-ભત્રીજો લોહીલુહાણ:અમદાવાદમાં ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી; 1000થી વધુ દુકાનો બંધ, પોલીસે દોરડેથી બાંધ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment