Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારને એક બાદ એકે આવી માર્યો, કાકા-ભત્રીજો લોહીલુહાણ:અમદાવાદમાં ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી; 1000થી વધુ દુકાનો બંધ, પોલીસે દોરડેથી બાંધ્યા

    12 hours ago

    અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વાહન સાઇડમાં લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં 10થી વધુ લોકોના ટોળાએ વેપારીની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કાકા-ભત્રીજા સહિત બચાવવા આવેલા મિત્રને ઇજાઓ પહોંચતાં SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અસામાજિક તત્વોના હુમલાના વિરોધમાં આજે (25 સપ્ટેમ્બર) અમદાવાદ સૌથી મોટા કાપડ બજાર ઢાલગરવાડમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. 1000થી વધુ દુકાનો બંધ રાખીને વેપારીઓએ બેનરો સાથે એકઠા થઈ આકરો વિરોધ નોંધાવ્યો છે. અસામાજિક તત્વો સામે આકરા પગલાં લેવાની માંગ સાથે આજે આ સમગ્ર કાપડ બજાર સંપૂર્ણપણે બંધ રહેશે. મારામારી સમયના દૃશ્યો શોએબભાઈ મન્સૂરી નામના વેપારીએ જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા ચાલુ બજારમાં આવીને વેપારી સાથે મારામારી કરવાની ઘટના બને જે ચલાવી લેવાય નહીં. અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. ફરીથી આવો કોઈ હુમલો થાય નહીં તેવી પોલીસ તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ. પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે આજ પછી હવે કોઈ આવી ઘટના બનશે નહીં. પટવા શેરીના લોકોની કરતૂતથી પોલીસની કામગીરી સામે સવાલો દિવસ દરમિયાન બનેલી આ ઘટનાને લઈને કારંજ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. ભર બજારમાં મારામારીની ઘટના બની હતી. સ્થાનિક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, પટવા શેરીના કેટલાક લોકોએ વર્ષોથી આ વિસ્તારમાં સામ્રાજ્ય જમાઈને રાખ્યું છે અને ડરનો માહોલ પણ ઉભો કરતા હોય છે. આવી ઘટનાને વેપારીઓ દ્વારા વકોડી કાઢવામાં આવી છે. ‘બચાવવા આવેલા લોકોને પણ માર માર્યો’ ભોગ બનનાર આકિલે જણાવ્યું કે, માત્ર સામાન્ય અકસ્માતની ઘટનામાં 15થી 20 લોકો મારવા માટે આવ્યા હતા. મારામારીમાંથી બચાવવા માટે માત્ર બે લોકો જ હતા. બધાને માર મારવામાં આવ્યો. વેપારીઓ અને કેટલાક લોકોને માર મારવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો. તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાહન સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો 24 સપ્ટેમ્બરના રોજ પાનકોર નાકા પાસે ટ્રાફિક દરમિયાન વાહન સાઇડમાં લેવા બાબતે અમાન મન્સૂરીને એક ટૂ-વ્હીલર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ સાંજના સાતેક વાગ્યે અમાન અને તેના કાકા મહંમદ અમીન મન્સૂરી પોતાની 'આલિયા ફેશન' નામની દુકાને હાજર હતા, ત્યારે અદાવત રાખીને 7થી 8 શખ્સોના ટોળાએ હથિયારો સાથે દુકાન પર હુમલો કર્યો હતો. તોડફોડ અને તીક્ષ્ણ હથિયારથી લોહીલુહાણ કર્યા આરોપીઓએ દુકાનમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી હતી અને કાકા-ભત્રીજાને રસ્તા પર ખેંચીને ગાળો ભાંડી માર માર્યો હતો. હુમલામાં ફરિયાદીના માથાના ભાગે અને ભત્રીજા અમાનને માથા, મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર ઝહીર સાથે પણ મારામારી કરી મોબાઇલ તોડી નાખવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટોળું દુકાનમાં ઘૂસીને સગીરને ખેંચીને માર મારતું નજરે પડે છે. આ મારામારીમાં એક બાદ એક નવા લોકો આવે છે અને પરિવારને મારવા લાગે છે. આ મામલે મહંમદ અમીન મન્સૂરીએ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ શેખ, નુર મોહમદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ, ઇકબાલ યાસીનભાઇ શેખ અને અન્ય 7 અજાણ્યા શખ્સો સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વિરોધમાં ઢાલગરવાડની 100થી વધુ દુકાનો બંધ વેપારી પર થયેલા આ હુમલાના વિરોધમાં મોડીરાત્રે કાપડ બજારના વેપારીઓ એકત્રિત થયા હતા અને સ્વૈચ્છિક બંધનું આહ્વાન કર્યું હતું. જેના પગલે આજે 25 સપ્ટેમ્બરના રોજ ઢાલગરવાડ કાપડ બજારની અંદાજિત 100થી વધુ દુકાનો અને સમગ્ર બજાર સંપૂર્ણપણે બંધ રહીને વિરોધ નોંધાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખતરનાક! AI એજન્ટે સરકારી સિસ્ટમ હેક કરી:સીક્રેટ ફાઇલોમાંથી ગુપચુપ ડેટો ચોરી લીધો, સરકારને 54 દિવસ પછી જાણ થઈ; CEO સેમે કહ્યું- AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ડર
    Next Article
    ગણપતિ વિસર્જનમાં સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો, ડ્રોન VIDEO:ભાગળ વિસ્તારમાં પોલીસ-યુવાનો વચ્ચે ઘર્ષણ, 30 ફૂટની 5 મૂર્તિની એક સાથે શાહી સવારી; વડોદરામાં ભક્તો ભાવુક થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment