Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીના પ્રમુખ બન્યા પૂર્વ મંત્રી કાંતિ ગામિત:ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ સોલંકીની વરણી, બે વખત મિંટિગ થયા બાદ ભાજપ નેતાઓમાં હતી ખેંચતાણ

    23 hours ago

    સુરત સુમુલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ડેરીના પ્રમુખ તરીકે અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કાંતિભાઈ ગામિતની વરણી કરી દેવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે. સુમુલના પદાધિકારીઓની વરણી લાંબા સમયથી ઘોંચમાં પડી હતી. એટલે કે બે-બે વખત મીટીંગ થયા બાદ પણ ભાજપના નેતાઓમાં ખેંચતાણ હતી. આખરે ગણેશ વિસર્જનના દિવસે જ ભાજપના નેતાઓના અહમનું વિસર્જન થયું છે. સુમુલ ડેરીની ચૂંટણીના લાંબા સમય બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. આદિવાસી મતો અંકે કરવા ભાજપનો મોટો દાવ વિધાનસભા ચૂંટણીને હવે માત્ર એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પોતાના ઘટતા પ્રભુત્વને ફરી મજબૂત કરવા ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા 78% જેટલા પશુપાલકો આદિવાસી સમાજના છે. આ વિશાળ વોટબેંક અને તેમના હિતોને ધ્યાનમાં રાખીને, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની કમાન એક આદિવાસી નેતાને સોંપવામાં આવી છે. આ રણનીતિ થકી ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં ફરીથી પોતાનો દબદબો અને વિશ્વાસ કાયમ કરવા માંગે છે. પૂર્વ મંત્રી-આદિવાસી નેતા કાંતિ ગામીત બન્યા પ્રમુખ ગત 17મી જુલાઈના રોજ જાહેર થયેલા સુમુલ ડેરીની વ્યવસ્થાપક સભ્યોની ચૂંટણીના પરિણામોમાં 16માંથી 15 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો હતો. જોકે, હોદ્દેદારોની નિમણૂકમાં ભારે ખેંચતાણ થતાં 17 જુલાઈથી 25 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં બે વખત પ્રમુખની વરણી મુલતવી અથવા રદ કરવી પડી હતી. આખરે આ લાંબી મડાગાંઠનો અંત આવ્યો છે અને પ્રમુખ પદે સોનગઢના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીતની વરણી કરવામાં આવી છે. એક કદાવર આદિવાસી નેતાને આ સર્વોચ્ચ પદ મળતા સહકારી માળખાની સાથે સાથે રાજકીય સમીકરણો પણ સચવાયા છે. આશાભાઈ પટેલે નાખ્યો સુમુલનો પાયો આણંદના વેલાસણ ગામથી સુરત આવેલા સુમુલના પ્રથમ ચેરમેન આશાભાઈ શંકરભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી 22 ઓગસ્ટ 1951ના રોજ સુમુલ ડેરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમણે માત્ર 12 ભેંસ સાથે વ્યવસાય શરૂ કરી દૂધવાળા એસોસિએશન બનાવ્યું હતું, જેમાં શરૂઆતમાં 24 થી 40 લિટર દૂધ એકઠું થતું હતું. ત્યારબાદ 6 મંડળીઓ કાર્યરત થતાં દૈનિક દૂધ સંપાદન 200 લિટર સુધી પહોંચ્યું હતું. આર્થિક સંકડામણ વચ્ચે સંઘના પહેલા વર્ષનો નફો માત્ર રૂ. 2202, 12 આના અને 3 પાઈ હતો, છતાં તેમના વિઝનના કારણે તે સમયે 26 વીંઘા જમીન ખરીદવામાં આવી હતી, જેમાં પ્લાન્ટની મશીનરી અને પોષક દાણની સુવિધા ઊભી કરવાનું આયોજન હતું. પ્રાઇવેટ વેપારીઓ ખેડૂતો પાસેથી એક મણ દૂધ માત્ર 2 રૂપિયામાં ખરીદતા હતા, ત્યારે આશાભાઈએ પશુપાલકોને પ્રતિ મણ 3.50 રૂપિયા અપાવીને ખેડૂતોના હિતમાં મોટું કાર્ય કર્યું હતું. આજે 10 હજાર કરોડના ટર્નઓવર સાથે ભવ્ય વિકાસયાત્રા 3 ફેબ્રુઆરી 1968ના રોજ સ્વામી યોગીજી મહારાજે આ સંસ્થાને "સુમુલ" નામ આપ્યું હતું, જેનો અર્થ "સુ-યોગ્ય મૂલ્ય" થાય છે. ત્યારથી લઈને આજદિન સુધી સુમુલે પશુપાલકોના હિત અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પૂરા પાડીને પોતાની વિકાસયાત્રા અવિરત ચાલુ રાખી છે. શરૂઆતથી જ સંસ્થાને કર્મનિષ્ઠ ચેરમેન અને નિયામક મંડળ મળતા રહ્યા છે, જેના પરિણામે અગાઉ 4045 કરોડનો વેપારી ઉઠલાવ કરનારી સુમુલ ડેરીનું ટર્નઓવર આજે 10 હજાર કરોડ રૂપિયાના જંગી આંકડા સુધી પહોંચી ગયું છે. દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનીને આ સંસ્થાએ સહકારી માળખામાં ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પરિવારને એકબાદ એકે આવી માર્યો, કાકા-ભત્રીજો લોહીલુહાણ:અમદાવાદમાં ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી; ઢાલગરવાડમાં 1000થી વધુ દુકાનો બંધ, બેનર સાથે વિરોધ
    Next Article
    ગીતા હોટલમાં રૂમની બારીમાંથી કૂદી યુવકનો આપઘાત:ભાવનગરનો યુવક ન્યાય મંદિર પાસે રોકાયો હતો, એકના એક દીકરાના મોતથી પરિવાર બેહાલ; સુસાઇડ નોટ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment