Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીતા હોટલમાં રૂમની બારીમાંથી કૂદી યુવકનો આપઘાત:ભાવનગરનો યુવક ન્યાય મંદિર પાસે રોકાયો હતો, એકના એક દીકરાના મોતથી પરિવાર બેહાલ; સુસાઇડ નોટ મળી

    1 day ago

    વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી ગીતા હોટલમાં રોકાયેલા ભાવનગરના 25 વર્ષીય યુવકે મધરાતે હોટલના બીજા માળેથી નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે સીટી પોલીસે તપાસ શરૂ કરી છે. રાત્રે જમવા મંચુરિયન મંગાવ્યું ભાવનગરમાં રહેતો 25 વર્ષીય હેમલ ડાભી 24 સપ્ટેમ્બરે સાંજના આશરે 4 વાગ્યે વડોદરા આવ્યો હતો. ત્યારબાદ તેણે ન્યાય મંદિર પાસે આવેલી ગીતા હોટલમાં રૂમ નંબર 306 ભાડે રાખ્યો હતો. રાત્રે જમવા માટે બહારથી મંચુરિયન મંગાવ્યું હતું. જમ્યા બાદ હેમલ પોતાના રૂમમાં ગયો હતો. દરમિયાન રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં તેણે હોટલના બીજા માળે આવેલા રૂમની બારીમાંથી અગમ્ય કારણોસર નીચે ઝંપલાવી દીધું હતું. લોકો ટોળે વળ્યા યુવક નીચે પટકાતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં હેમલનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ સીટી પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરિવારને જાણ કર્યા વગર વડોદરા આવ્યો પ્રાથમિક માહિતી મુજબ હેમલ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો. તે પરિવારને કોઈ જાણ કર્યા વગર વડોદરા આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હેમલ પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મોબાઈલ ફોન સ્વીચ ઓફ મળ્યો હેમલે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. દરમિયાન તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મોબાઈલ ફોનની તપાસ હાથ ધરી છે. મોબાઈલમાં રહેલી કોલ હિસ્ટ્રી, મેસેજ સહિતની અન્ય વિગતોના આધારે હેમલે કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હેમલના ભાવનગર ખાતે રહેતા પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી, જેના પગલે પરિવારજનો વડોદરા પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીના પ્રમુખ બન્યા પૂર્વ મંત્રી કાંતિ ગામિત:ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ સોલંકીની વરણી, બે વખત મિંટિગ થયા બાદ ભાજપ નેતાઓમાં હતી ખેંચતાણ
    Next Article
    મહુવામાં પેટ્રોલ ભરાવતા જ XL ગાડીમાં લાગી આગ:CCTV ફૂટેજ આવ્યા સામે, કર્મચારીઓની સમયસૂચકતાથી ટળી મોટી જાનહાનિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment