Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડીરાત્રે મ્યુ. કમિશનર ફિલ્ડમાં નીકળ્યા:રાજકોટનાં કિસાનપરા ચોકથી લઈ એરપોર્ટ રોડ સુધી રાત્રી સફાઈ સહિતની બાબતે ઓચિંતું ચેકીંગ, કહ્યું- સ્વચ્છતા બાબતે બેદરકારી નહીં ચાલે

    8 hours ago

    રાજ્ય સરકાર દ્વારા તા. 17 સપ્ટે.થી 17 ઓક્ટોબર, "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત "સ્વચ્છતા હી સેવા" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને વેગ આપવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત મોડીરાત્રે મહિલા કોલેજ અંડરબ્રિજથી કિસાનપરા ચોક, બાલભવન ચોક તથા રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ રોડ સુધી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમણે ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓ દ્વારા ડસ્ટબિનની વ્યવસ્થા અને કચરાના યોગ્ય નિકાલની સઘન ચકાસણી કરી સ્વચ્છતા બાબતે બેદરકારી ન દાખવવા કડક સૂચના આપી હતી. આ તકે તેમણે નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકીને રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપવા અપીલ કરીને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અંગે કોઈપણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્વચ્છતા અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ વહેલી સવારે અને બપોરે સ્વચ્છતા લક્ષી કામોનું ચેકિંગ કર્યા બાદ, રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત મોડીરાત્રે પણ શહેરમાં ઉતરીને રાત્રી સફાઈ સહિતની બાબતો અંગે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ ધંધાર્થી વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ અને વ્યવસ્થાની સઘન ચકાસણી કરી હતી. તુષાર સુમેરાએ મહિલા કોલેજ અંડરબ્રિજથી લઈને કિસાનપરા ચોક, બાલભવન ચોક તથા રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફના માર્ગ સુધી વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન તેમણે રોડ ઉપર આવેલા ખાણી-પીણી સહિતના વિવિધ વેપારીઓ-ધંધાર્થીઓની સ્થળ પર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા ડસ્ટબિન રાખવામાં આવ્યું છે કે નહીં, રોડ પર ગંદકી ન થાય તેની પૂરતી તકેદારી રખાય છે કે કેમ અને કચરાનો યોગ્ય નિકાલ થાય છે કે નહીં તે બાબતોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. કમિશનરે તમામ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પોતાના વ્યવસાય સ્થળની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવી અને કચરો જાહેર સ્થળે ફેંકવા બાબતે કોઈ પણ જાતની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તપાસ દરમિયાન કમિશનરે રાજકોટના નાગરિકોને શહેરને સ્વચ્છ રાખવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી. અને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જ્યારે આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્વચ્છતા માત્ર મનપાની એકલાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સક્રિય સહભાગિતાથી જ આ એક સફળ જનઆંદોલન બની શકે છે. જાહેર સ્થળોએ કચરો ન ફેંકીને અને ગંદકી થતી અટકાવીને દરેક નાગરિક મહાનગરપાલિકાને સાથ આપે તે અત્યંત જરૂરી છે. સૌના સામુહિક સહયોગથી જ રાજકોટને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે. સ્વચ્છ રાજકોટના સંકલ્પને પૂર્ણ કરવા મહાપાલિકા દ્વારા દિવસ-રાત સતત સફાઈ કામગીરી અને કડક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં 1200 ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ:‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સામાજિક વનીકરણ વિભાગે પ્રકૃતિ સંરક્ષણનું કામ કર્યું
    Next Article
    મચ્છુ નદીમાં સાદુળકા ગામ પાસે ગણેશ વિસર્જનમાં દુર્ઘટના:વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા; ફાયર બ્રિગેડે બેનું રેસ્ક્યૂ કર્યું; બે યુવકોની શોધખોળ હજુ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment