Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતમાં નાગપંચમી બે અલગ-અલગ દિવસે ઉજવાશે:ચાણસ્માના 1200 વર્ષ જૂના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને પ્રસાદ

    8 hours ago

    ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી વચ્ચે ઉત્તર ગુજરાતમાં નાગપંચમીનો ઉત્સવ આ વર્ષે બે અલગ-અલગ દિવસે ઉજવાશે. દાસજ, સિદ્ધપુર, ઉનાવા, ચાણસ્મા, ધરમોડા, મુલથાણિયા, શેઢાલ, સેભરિયા અને વડાવલી સહિતના ગોગા મહારાજનાં સ્થાનકો પર 1 સપ્ટેમ્બરે નાગપંચમી મનાવાશે. જ્યારે કાસ્વા, દેત્રોજ અને ગમનપુરા સહિતના કેટલાક દેવસ્થાનોમાં 2 સપ્ટેમ્બરે આ ઉત્સવની ઉજવણી થશે. ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલા આશરે 1200 વર્ષ પ્રાચીન શેષ નારાયણ ગોગા મહારાજના સ્થાનકે મંગળવારે નાગપંચમી મહોત્સવનું આયોજન કરાયું છે. વહેલી સવારે દાદાના ચરણોમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાશે, જેનું યજમાનપદ મહેન્દ્ર અમથાભાઈ દેસાઈ પરિવારે લીધું છે. યજ્ઞ બાદ ગોગા બાપાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે અને ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. આ મહોત્સવમાં ગોગા મહારાજના દર્શન માટે ચાણસ્મા ઉપરાંત મોઢેરા, બહુચરાજી, હારિજ અને પાટણ પંથકમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ગોગા મહારાજના સેવકો અને ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુર-દાહોદ રૂટ પર નવી GSRTC બસ સેવા શરૂ:મુસાફરોને મળશે વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો લાભ
    Next Article
    ભરૂચમાં સમરસ કળશ કાવડ યાત્રા યોજાઈ:શ્રાવણ માસમાં ભક્તો અને સંતો મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment