Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ નદીમાં સાદુળકા ગામ પાસે ગણેશ વિસર્જનમાં દુર્ઘટના:વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા; ફાયર બ્રિગેડે બેનું રેસ્ક્યૂ કર્યું; બે યુવકોની શોધખોળ હજુ ચાલુ

    7 hours ago

    મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. નદીના ઊંડા પાણીમાં ફસાયેલા બે યુવકોને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સફળ રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢી લીધા છે. તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં નદી પર પહોંચેલા યુવકો પૈકી પાણીમાં ગરકાવ થયેલા અન્ય બે યુવાનોની શોધખોળ માટે ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં તીવ્ર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે હોનારત મોરબી નજીકના પીપળી ગામથી સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવકોનું ગ્રુપ પહોંચ્યું હતું. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન અચાનક ચાર યુવાનો નદીના ઊંડા પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બે યુવકોનું સફળ રેસ્ક્યુ, અન્યની શોધખોળ નદીના વહેણમાં બે યુવાનો વચ્ચે ફસાઈ જતાં સ્થાનિકોએ તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીમાં ફસાયેલા બે યુવકોને જીવંત બહાર કાઢ્યા હતા. નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલા બાકીના બે યુવાનોને શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પથ્થરની ખાણોમાં વિસર્જનની ખાસ વ્યવસ્થા મહાપાલિકા ચીફ ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સુરક્ષિત વિસર્જન માટે શહેરમાં ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ મૂર્તિઓનું લીલાપર ઘૂનડા રોડ પર આવેલી પાણી ભરેલી પથ્થરની ખાણોમાં વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. અકસ્માત રોકવા માટે અન્ય કુદરતી જળાશયો કે નદીઓમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તંત્રના નિયમોના ઉલ્લંઘનથી સર્જાઈ દુર્ઘટના તંત્રના સ્પષ્ટ પ્રતિબંધ છતાં કેટલાક લોકો સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે પહોંચી જતાં આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં બચાવી લેવાયેલા કે પાણીમાં ડૂબેલા યુવકોની ઓળખ કે નામ જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે હાજર રહીને આગળની તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોડીરાત્રે મ્યુ. કમિશનર ફિલ્ડમાં નીકળ્યા:રાજકોટનાં કિસાનપરા ચોકથી લઈ એરપોર્ટ રોડ સુધી રાત્રી સફાઈ સહિતની બાબતે ઓચિંતું ચેકીંગ, કહ્યું- સ્વચ્છતા બાબતે બેદરકારી નહીં ચાલે
    Next Article
    कोमल रानी के साथ लालबागचा दर्शन पर गोविंदा ने तोड़ी चुप्पी, कहा- समाज में मेरी छवि खराब करने की योजना है

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment