Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં ઠેરઠેર ખાડા અને ખુલ્લી ગટરોથી વાહનચાલકો ત્રાહિમામ્:પાલિકા, વિવિધ કામગીરી કરતી ખાનગી કંપનીઓનું એકબીજા પર દોષારોપણ‎

    2 days ago

    થાનગઢ શહેરમાં નવા રોડ-રસ્તા બનાવવામાં આવે છે તે સરાહનીય બાબત છે, પરંતુ સમગ્ર થાનગઢ શહેરના ચક્કર મારવામાં આવે તો ઠેરઠેર નાના-મોટા ખાડા અને ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. નગરપાલિકા અને વિવિધ કામગીરી કરતી ખાનગી કંપનીઓ વચ્ચે એકબીજા પર દોષારોપણ કરવાની નીતિને કારણે પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. જે તે કંપની વાળા જ્યારે રસ્તાઓ પર ખાડા ખોદે છે ત્યારે પૂછપરછ કરતા તેઓ એવો બચાવ કરે છે કે તેમણે નગરપાલિકામાં જરૂરી ડિપોઝિટ કે ફી ભરેલી છે. જો નગરપાલિકાએ મંજૂરી આપી પૈસા મેળવ્યા હોય તો તે ખાડાઓ પૂરવાની અને મોટી ખુલ્લી ગટરોને સાંકડી કરી લોકોને રાહત આપવાની નૈતિક ફરજ પાલિકા તંત્રની બને છે. આ જ રસ્તાઓ પરથી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સભ્યો પણ રોજ પસાર થાય છે, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પૂરીને ચકાચક કરવામાં આવે જેથી કરીને લોકોને વાહનોના નુકસાનમાંથી અને શારીરિક તકલીફોમાંથી રાહત મળે તેવી લોકમાંગ ઉઠી છે. માગ થાનગઢમાં દુકાન સામે જ એક મોટો ખાડો પડેલો છે, જેની બાજુમાં આવેલો પાણીનો વાલ્વ ખરાબ હોવાથી ખાડામાં સતત ગંદુ પાણી ભરાયેલું રહે છે. માર્ગ પરથી વાહનો પસાર થાય ત્યારે આ દૂષિત પાણી ઉડીને આજુબાજુની દુકાનો અને પગપાળા ચાલતા લોકો પર પડે છે. વેપારીઓ અને રહીશો આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પોકારી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષી સભ્યો પાણીની ટાંકી અને સફાઈ મુદ્દે રજૂઆત કરવા ગયા:રાજપીપળામાં રજૂઆતના શૂટિંગ મામલે પૂર્વ પ્રમુખ અને મુખ્ય અધિકારી બાખડ્યાં
    Next Article
    તસ્કરોએ તરખાટ મચાવ્યો‎:ઘરમાં ઘૂસી વૃદ્ધને ભયભીત કરી 6.450 કિલો ચાંદીના દાગીના અને 180 ગ્રામ સોનાના દાગીનાની તસ્કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment