Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરોએ તરખાટ મચાવ્યો‎:ઘરમાં ઘૂસી વૃદ્ધને ભયભીત કરી 6.450 કિલો ચાંદીના દાગીના અને 180 ગ્રામ સોનાના દાગીનાની તસ્કરી

    2 days ago

    દાહોદ તાલુકાના આગાવાડા ગામમાં મોડી રાત્રે ઘરમાં ઘૂસી દરવાજો તોડી તિજોરીમાં રાખેલા 8.13 લાખ રૂપિયાના સોના- ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી વૃદ્ધને પકડી રાખી ભય ઊભો કર્યો હતો. ત્યારબાદ તિજોરીમાં રાખેલા દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.આ મામલે કતવારા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર 19 ઓગસ્ટના રોજ રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં આગાવાડા બીડ ફળિયામાં રહેતાં 65 વર્ષીય જોતીયાભાઇ થાવશાભાઇ સંગાડા તેમના ઘરમાં નિંદ્રાધિન હતાં. ત્યારે તસ્કરોએ ઘરના દરવાજાને નુકસાન કરી અંદર પ્રવેશ કર્યો હતો. જોતીયાભા જાગી જતાં તસ્કરોએ તેમને દાબી રાખીને તિજોરીમાંથી 6.450 કિલો ચાંદીના દાગીના અને આશરે 180 ગ્રામ સોનાના દાગીના લઇ ગયા હતા. જેમાં ચાંદીના ભોરિયા, સાંકળીઓ, હાસડી, કંદોરા, પગના છડા સહિતના દાગીના હતા. જ્યારે સોનામાં બંગડી, વીંટી, બુટી અને ચેઇનનો સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદમાં ચોરી થયેલા સોના-ચાંદીના દાગીનાની કુલ કિંમત રૂા.8,13,683 દર્શાવવામાં આવી છે.અજાણ્યા ચોરો ઉપરાંત અવાજ પરથી ઓળખાયેલા બે શખ્સો અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.જેમાં ગુલબાર ગામના મેઘુભાઇ સવાભાઇ સંગાડા અને ખંગેલા ગામના ગોરચંદ વીરા અમલિયારનો સમાવેશ થાય છે. જોકે બંનેની ધરપકડ હજુ બાકી છે 23 સપ્ટેમ્બરે રાત્રે સાડા નવ વાગ્યે નોંધાઇ હતી. જોતીયાભાઇના પરિવારે શંકાના આધારે આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં ચોરો નહીં મળતાં ફરિયાદ નોધાવાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    થાનગઢમાં ઠેરઠેર ખાડા અને ખુલ્લી ગટરોથી વાહનચાલકો ત્રાહિમામ્:પાલિકા, વિવિધ કામગીરી કરતી ખાનગી કંપનીઓનું એકબીજા પર દોષારોપણ‎
    Next Article
    સેલવાસથી એમ્બ્યુલન્સ બોલાવવાની સમસ્યાનો હવે અંત થશે‎:ટુકવાડા PHCને 24 કલાકમાં જ 108 એમ્બ્યુલન્સની સુવિધા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment