Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેલવાસથી એમ્બ્યુલન્સ બોલાવવાની સમસ્યાનો હવે અંત થશે‎:ટુકવાડા PHCને 24 કલાકમાં જ 108 એમ્બ્યુલન્સની સુવિધા મળી

    2 days ago

    કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા ટુકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ થતાં સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી પ્રસરી છે. ટુકવાડા PHC ખાતે અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં દર્દીઓને ઝડપી સારવાર માટે 108 એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત રહેતી હતી. આ સુવિધાના અભાવે ગંભીર કિસ્સાઓમાં છેક સેલવાસથી એમ્બ્યુલન્સ બોલાવવી પડતી હતી, જેના કારણે સમયનો વ્યય થતો અને દર્દીઓનું જીવન જોખમમાં મુકાતું હતું. તાજેતરમાં વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલના કપરાડા પ્રવાસ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ ગંભીર સમસ્યા અંગે તેમનું ધ્યાન દોર્યું હતું. સાંસદે સ્થળ પરથી જ વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) સાથે ટેલિફોનિક વાતચીત કરી ટુકવાડા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવવા સૂચના આપી હતી. સાંસદની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માત્ર 24 કલાકની અંદર આરોગ્ય વિભાગ દ્વારા ટુકવાડા PHC માટે 108 એમ્બ્યુલન્સ ફાળવી કાર્યરત કરવામાં આવી છે. અકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સી સમયે હવે ટુકવાડા અને આસપાસના ગ્રામજનોને સેલવાસથી એમ્બ્યુલન્સ આવે તેની રાહ જોવાની જરૂર નહીં પડે. સ્થાનિક સ્તરે જ 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ મળશે. જનહિતના પ્રશ્નની ઝડપી રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા બદલ ટુકવાડા અને આસપાસના ગ્રામજનોએ સાંસદ ધવલભાઈ પટેલ તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોમાં 108 મળતા ખુશીનો માહોલ છે. અગાઉ સ્થાનિકોએ સેલવાસથી એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડતી હતી.
    Click here to Read More
    Previous Article
    તસ્કરોએ તરખાટ મચાવ્યો‎:ઘરમાં ઘૂસી વૃદ્ધને ભયભીત કરી 6.450 કિલો ચાંદીના દાગીના અને 180 ગ્રામ સોનાના દાગીનાની તસ્કરી
    Next Article
    સતર્કતા:કન્યાઓ જોડે બેડ ટચ નો બનાવ બને તો ડર્યા વિના માતા-પિતાને જાણ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment