Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષી સભ્યો પાણીની ટાંકી અને સફાઈ મુદ્દે રજૂઆત કરવા ગયા:રાજપીપળામાં રજૂઆતના શૂટિંગ મામલે પૂર્વ પ્રમુખ અને મુખ્ય અધિકારી બાખડ્યાં

    2 days ago

    રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ-3ની પાણી અને સફાઈ સંબંધિત સમસ્યાઓ અંગે રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિમંડળ અને મુખ્ય અધિકારી વૈશાલી વરિયા વચ્ચે વિડીયો શૂટિંગ મુદ્દે તણાવ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે મામલો શાંત કર્યો હતો. પાણીની ટાંકી બનાવવા માટે રજૂઆત દરમિયાન વિડીયો ઉતારતા મુખ્ય અધિકારીએ ના પાડતાં વિવાદ થયો હતો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા પોતાની પુત્રી અને વોર્ડ-3ની પાલિકા સભ્ય દામિની વસાવા સાથે પાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા. આવેદનપત્રમાં શહેરને આપવામાં આવતું પાણી શુદ્ધ મળે, રસ્તાઓ સુધારવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે અને નવી પાણીની ટાંકી બનાવાય તેવી માંગણી કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે આરોપ મૂક્યો કે લાંબા સમય સુધી મુખ્ય અધિકારી ઇન્ચાર્જ સ્થિતિમાં રહેતાં વિકાસકાર્યો અસરગ્રસ્ત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. રજુઆત દરમિયાન વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હતું. તેને લઈ વૈશાલી વરિયાએ વાંધો ઉઠાવ્યો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો. વિવાદ વધતા પોલીસને બોલાવવામાં આવી. મામલો સમાધાનથી પૂર્ણ કરાયો. ઘટના બાદ મહેશ વસાવાએ કહ્યું કે રજૂઆતનો વિડીયો બનાવવાનો અધિકાર છે. અન્ય સરકારી કચેરીઓની કાર્યવાહી તથા કોર્ટની કાર્યવાહી પણ વિડીયો રૂપે બહાર આવે છે.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી બહેનોએ મિલેટના પિઝા - કેક બનાવ્યા‎:સરકારી રાશન અને અન્નમાંથી બનેલી વાનગીઓ નિદર્શનમાં રખાઈ‎
    Next Article
    થાનગઢમાં ઠેરઠેર ખાડા અને ખુલ્લી ગટરોથી વાહનચાલકો ત્રાહિમામ્:પાલિકા, વિવિધ કામગીરી કરતી ખાનગી કંપનીઓનું એકબીજા પર દોષારોપણ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment