Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનોએ મિલેટના પિઝા - કેક બનાવ્યા‎:સરકારી રાશન અને અન્નમાંથી બનેલી વાનગીઓ નિદર્શનમાં રખાઈ‎

    2 days ago

    ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પૌષ્ટિક આહાર, સરકારી રાશન અને મિલેટ્સ અંગે અવેરનેસ લાવવા માટે રાજ્યવ્યાપી પોષણ ઉત્સવની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. આ કડીમાં નર્મદા જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ અને પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો રાજપીપળાના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. ત્યાં આંગણવાડીની બહેનોએ પોતાની રાંધણકળાના અદભુત પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવાએ દીપ પ્રાગટ્ય કરી ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. ડૉ. દર્શનાબેને પોતાના પ્રબોધનમાં જણાવ્યું કે આંગણવાડીની બહેનો તંદુરસ્ત સમાજના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. આ પ્રસંગે કિશોરીઓ અને મહિલાઓને દૈનિક આહારમાં સરગવો, મિલેટ્સ અને ટેક હોમ રાશનનો ઉપયોગ વધારવા અપીલ કરાઈ હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધા અંતર્ગત જિલ્લાના દેડિયાપાડા, નાંદોદ, સાગબારા, ગરૂડેશ્વર અને તિલકવાડા ઘટકની બહેનોએ રાશનના લોટ માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વાનગીઓ બનાવી હતી. કુલ 6 સ્ટોલ્સ પર 45 વાનગીઓ નિર્દશન કરવામાં આવી હતી. વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યાં હતાં. પોષણ ઉત્સવમાં આ વાનગીઓએ ભારે આર્કષણ જમાવ્યું બાજરી-જુવાર જેવા મિલેટ્સમાંથી બનેલા હેલ્ધી પિઝ્ઝા, રાગીના લોટની સ્પેશિયલ કેક અને મિક્સ મિલેટની સ્વાદિષ્ટ ઈડલી મુખ્ય આકર્ષણ રહ્યા હતા. સામાન્ય રીતે બાળકો જે રાશન ખાવામાં આનાકાની કરે છે તેમાંથી બહેનોએ ટેસ્ટી ચાઈનીઝ મંચુરિયન, ગુલાબજાંબુ, આલુ પરોઠા અને બરફી બનાવી હતી. અધિકારીઓને પણ સ્વાદ માણવા મજબૂર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પૈસા પડાવવા ખોટું બાનાખત બનાવી વાંધા અરજી કરાતાં ચકચાર:લેન્ડગ્રેબિંગના કાયદા બાદ પૈસા પડાવવા ખોટા બનાખત બનાવીને વિવાદ ઉભો કરવાનો ખેલ !
    Next Article
    વિપક્ષી સભ્યો પાણીની ટાંકી અને સફાઈ મુદ્દે રજૂઆત કરવા ગયા:રાજપીપળામાં રજૂઆતના શૂટિંગ મામલે પૂર્વ પ્રમુખ અને મુખ્ય અધિકારી બાખડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment