Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પૈસા પડાવવા ખોટું બાનાખત બનાવી વાંધા અરજી કરાતાં ચકચાર:લેન્ડગ્રેબિંગના કાયદા બાદ પૈસા પડાવવા ખોટા બનાખત બનાવીને વિવાદ ઉભો કરવાનો ખેલ !

    2 days ago

    સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠીત બિલ્ડરના પુત્રના નામે ખેતર છે.સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો ઉપર ગેરકાયદે દબાણો કરવાનું મુશ્કેલ બનતા લેન્ડગ્રેબરોએ જમીનના વિવાદો ઉભા કરીને જમીન માલિકો પાસેથી પૈસા પડાવવાની નવી મોડસ ઓપેરન્ડી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠીત બિલ્ડરના પુત્રના નામે ઝેઝરીની સીમમાં આવેલ ખેતરનું બોગસ સહિથી ખોટું બાનાખત કરીને વિવાદ ઉભો કરી પૈસાની માંગણી કરાયાની ફરિયાદ અરજી ચાર શખ્સો સામે બજાણા પોલીસમાં કરાયેલ છે. સુરેન્દ્રનગરના બિલ્ડર એસોસીએશનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયાના પુત્ર વિજયભાઇ સાવધરીયાના નામે ઝેઝરી ગામની રેવન્યુ સર્વે નંબર 34, 36માં ખેતીની જમીનો છે. તે પૈકી રે.સ.નં.34 અંદાજે 43 વીઘા જમીન રૂ.4 લાખના ભાવે બાબુભાઈ ડાયાભાઇ આલ અને બિપીનભાઈ રમેશભાઇ કલોત્રાને વેચી હતી. આ સોદા પેટે રૂા.33,87,000નો ચેક અપાયેલ અને દસ્તાવેજ અપાયો હતો. બાદમાં રીટર્ન થતા પોલીસ અને મામલતદાર પાટડીને વાંધા અરજી અપાયેલ હતી સમાધાન સીમમાં થતા ચેક પાસ થયેલ અને વાંધા અને અરજીઓ પરત ખેંચાયેલ હતી. બાદમાં આ જમીન જવાનસિંહ મકવાણાએ વેચાણ રાખેલ હોવાની નોંધ નં.3395 અને 3396 પડેલ હતી. માલવણના બળદેવભાઈ જયદેવભાઈ પટેલ, ઝેઝરીના મહેબુબ કરીમભાઈ, ઇંગરોળીના નસીબખાન હાજીખાન અને પાટડીના બી.આર.ભરવાડ નામના નોટરીએ પૈસાની લેતી દેતીની બોગસ પહોંચો અને ખોટી સહિઓવાળુ બાનાખત ઉભુ કરીને આ જમીન અંગે પાટડી પ્રાંત અધિકારીમાં વાંધા અરજી કરેલ હતી. એટલુ જ નહિ જમીન માલિક વિજયભાઇ ઘનશ્યામભાઇ સાવધરીયા પાસે મોટી રકમની માંગણી કરાઇ છે. સમાધાન પેટે મસમોટી રકમ માંગવામાં આવી‎ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ જમીન વિવાદોનું પ્રમાણ ઘણુ મોટુ હોવાનું મનાય છે. જમીન માલિકો પાસેથી પૈસા પડાવવા માટે ખોટા કાગળો બનાવીને બોગસ સહિઓથી બોગસ વિવાદો ઉભા કરાતા હોવાનું મનાય છે. વિવાદ ઉભો થયા બાદ સમાધાન પેટે મોટી રકમ પડાવાતી હોવાનું ચર્ચાય છે. ઝાલાવાડના ગ્રામ્ય પંથકમાં આવા એક હજાર જેટલા જમીન વાદો હોવાનું મનાય છે! જમીન માલિકો કાયદાથી અજાણ હોઇ અથવા કાયદાકીય કડાકુટમાં પડવા માંગતા ન હોવાથી પૈસા આપીને સમાધાન કરી લેતા હોવાનુંચર્ચાય છે. ઝાલાવાડમાં નવો કિમીયો શરૂ થયો છે હું બિલ્ડર હોઇ અને મારા દીકરા સાથે ખોટી રીતે બાનાખત ઉભુ કરી રૂપિયા પડાવવાનો કારસો કરાયો હતો. એસોસીએશનમાં વાત કરી બધાએ સાથે મળી જિલ્લા પોલીસવડાને જિલ્લામાં આવા રૂપીયા પડાવવાનો નવો કારસો ચાલુ થયેલ છે. પોલીસવડાએ યોગ્ય તપાસની ખાતરી આપી છે. - ઘનશ્યામભાઇ સાવધરીયા, બિલ્ડર એસો. ઉપપ્રમુખ
    Click here to Read More
    Previous Article
    અનાજ સંગ્રહના નવાં ગોડાઉન માટે‎65% સહાય યોજનાની ચર્ચા કરાઈ‎:ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ
    Next Article
    આંગણવાડી બહેનોએ મિલેટના પિઝા - કેક બનાવ્યા‎:સરકારી રાશન અને અન્નમાંથી બનેલી વાનગીઓ નિદર્શનમાં રખાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment