Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીંજરા અને રોપા માટે રઝળપાટ:સુરેન્દ્રનગર, વઢવાણ નર્સરીમાં વડ, આસોપાલવ અને ફૂલછોડના રોપા વિનામૂલ્યે ન મળ્યા

    2 days ago

    ઝાલાવાડ પંથકને હરિયાળું બનાવવાના હેતુથી અભિયાન ચાલી રહ્યું છે. લોકો પણ પોતાના વિસ્તારમાં વૃક્ષો વાવવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવી રહ્યા છે, પરંતુ વાવેતર માટે જરૂરી રોપાઓ અને વૃક્ષોના પાંજરા મેળવવામાં લોકોન રઝળપાટ થતા મુશ્કેલી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ નર્સરીમાં વડ, આસોપાલવ, ફૂલછોડ સહિતના વિવિધ રોપાઓ વિના મૂલ્ય ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વૃક્ષારોપણ માટે લોકો નર્સરીમાં પહોંચે છે ત્યારે મનપસંદ રોપા મળતા નથી. બીજી તરફ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેને પશુઓથી બચાવવા માટે પાંજરાની પણ જરૂરિયાત રહે છે. પરંતુ પાંજરા સરળતાથી ઉપલબ્ધ ન થતાં વૃક્ષારોપણ કરવા ઇચ્છુક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પર્યાવરણ બચાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી નર્સરીમાં જ વડ ફળ-ફૂલ વગરેના રોપાઓની અછત સર્જાય તે બાબત વૃક્ષારોપણની કામગીરી માટે પડકારરૂપ બની રહી છે. લોકોની માંગ છે કે વનવિભાગ દ્વારા જરૂરી રોપાઓ તેમજ વૃક્ષોના રક્ષણ માટે પાંજરાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. આ અંગે વન પ્રેમી મહેન્દ્રસિંહ રાજુભા વગેરે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક તાલુકા મથકે પણ નર્સરી ઉપલબ્ધ હોવા છતાં વનવિભાગ અને ખાનગી નર્સરીઓમાંથી જરૂરી રોપાઓ મેળવવા માટે લોકોને દોડધામ કરવી પડે છે. વિના મૂલ્ય રોપાઓની પૂરતી ઉપલબ્ધતા અને પાંજરાની વ્યવસ્થા થાય તેવી માંગ ઉઠી છે. જાળ‌વણીના અભાવે 2025-26માં 9246 રોપા બળી ગયા ઝાલાવાડનું વન કવર આશરે 1.40% થી 2%ની આસપાસ છે, એક રોપા પાછળ અંદાજે રૂ. 300નો ખર્ચ થાય છે. વર્ષ 2025-26માં 176343 રોપાનું વાવેતર કરાયું હતું. જેમાંથી 9246 રોપા બળી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    નગરપાલિકા તંત્રની આંખ આડા કાનની નીતિ:અમરેલીના લાઠી રોડ રેલવે ફાટક પર મોટા ખાડાથી રાહદારી પરેશાન
    Next Article
    114 કરોડના કામોની દરખાસ્ત સરકારમાં મોકલાઈ‎:વોર્ડદીઠ સાડા સાત કરોડના રસ્તા, ગટર સહિતના પ્રાથમિક સુવિધાના કામો કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment