Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપાલિકા તંત્રની આંખ આડા કાનની નીતિ:અમરેલીના લાઠી રોડ રેલવે ફાટક પર મોટા ખાડાથી રાહદારી પરેશાન

    2 days ago

    અમરેલીમાં લાઠી રોડ પર રેલવે ફાટક પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ અહીં ખાડાનું સમારકામ કરવામાં આવતું નથી. રસ્તાની વચ્ચે રહેલા મસમોટા ખાડાઓ અકસ્માત નોતરી રહ્યા છે. અમરેલી શહેરમાંથી પસાર થતા અને ભારે અવરજવર વારા લાઠી રોડ રેલવે ફાટક પાસે માર્ગની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ફાટક નજીક જ રસ્તા પર મસમોટો અને ઊંડો ખાડો પડી ગયો છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. આ મુખ્ય રસ્તા પરથી દિવસ દરમિયાન અનેક સ્કૂલ બસો, ટ્રેક્ટરો, બાઈક અને રાહદારીઓની અવરજવર રહે છે. ફાટક પાસે અચાનક આવતા આ મોટા ખાડાને કારણે વાહનચાલકો અવારનવાર મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો માટે આ ખાડો ગંભીર ઇજાઓનું કારણ બની શકે તેમ છે. વાહન ચાલકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જાયા બાદ જ તંત્ર જાગશે કે શું? વહેલી તકે આ માર્ગની મરામત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. શહેરમાં વરસાદ પડતા જ અકસ્માતનું જોખમ વધુ રેલવે ફાટક પર રહેલા મસમોટા ખાડામાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાય જાય છે. જેના કારણે વાહન ચાલકોને ખાડાની ઊંડાઈનો તાગ મળતો નથી. જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.
    Click here to Read More
    Previous Article
    હોટસ્પોટ વિસ્તારમાં સ્પીડબ્રેકર મુકવાના દાવાઓ પોકળ‎:ખાંભાના ખડાધાર નજીક વાહન હડફેટે દીપડાનું મોત
    Next Article
    પીંજરા અને રોપા માટે રઝળપાટ:સુરેન્દ્રનગર, વઢવાણ નર્સરીમાં વડ, આસોપાલવ અને ફૂલછોડના રોપા વિનામૂલ્યે ન મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment