Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    114 કરોડના કામોની દરખાસ્ત સરકારમાં મોકલાઈ‎:વોર્ડદીઠ સાડા સાત કરોડના રસ્તા, ગટર સહિતના પ્રાથમિક સુવિધાના કામો કરાશે

    2 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સૌનો સાથ સૌનો વિકાસને ધ્યાને રાખીને સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવા માટે 114 કરોડના વિકાસકામોની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલેલ છે. આ દરખાસ્તને મંજૂરી મળતા દરેક વોર્ડમાં સાડા પાંચથી સાડા સાત કરોડના પ્રાથમિક સુવિધાના વિકાસકામો કરવામાં આવશે તેમ જાણવા મળે છે. સુરેન્દ્રનગરના શહેરીજનોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા 114 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું આયોજન કરીને દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવેલ છે. આ દરખાસ્તમાં સુરેન્દ્રનગરના તમામ 13 વોર્ડને આવરી લેવાયેલ છે. દરેક વોર્ડમાં સાડા પાંચથી સાડા સાત કરોડના ખર્ચે રસ્તા, ગટર સહિતના પ્રાથમિક સુવિધાના કામો થશે. મહાનગરપાલિકામાં ભેળવાયેલા પાંચ ગ્રામ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ સહિતના વિકાસકામોનું આયોજન કરાયેલ છે. આ વિકાસકામોના આયોજન અંતર્ગત અંદાજે પાંચ કરોડના ડામર રોડ તેમજ મોટાભાગના સીસી રોડ બનાવવાનું આયોજન કરાયેલ હોવાનું જાણવા મળે છે. મંજૂરી મળતા ત્વરિત કામગીરી હાથ ધરાશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 114 કરોડના વિકાસકામો માટેની દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવેલ છે. તેને મંજૂરી મળતા ત્વરિત ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથો સાથ દિવાળી, નવરાત્રીમાં રાત્રિ સફાઈ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. - રાકેશભાઈ રાઠોડ, મેયર, સુરેદ્રનગર મનપા ગુણવત્તાવાળા કામો થાય તે જરૂરી છે સુરેન્દ્રનગરમાં કરોડોના વિકાસકામોની દરખાસ્ત મનપા દ્વારા રાજ્ય સરકારને મોકલાયેલ છે. આ દરખાસ્તને મંજૂરી મળ્યા પછી હાથ ધરનાર પ્રાથમિક સુવિધાના કામો ગુણવત્તાવાળા થાય તે આવશ્યક છે. રસ્તાના કામો ઝડપથી હાથ ધરીને પૂરા કરાય તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પીંજરા અને રોપા માટે રઝળપાટ:સુરેન્દ્રનગર, વઢવાણ નર્સરીમાં વડ, આસોપાલવ અને ફૂલછોડના રોપા વિનામૂલ્યે ન મળ્યા
    Next Article
    અનાજ સંગ્રહના નવાં ગોડાઉન માટે‎65% સહાય યોજનાની ચર્ચા કરાઈ‎:ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment