Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં સેટેલાઇટ સર્વે ન થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં‎:અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો

    2 days ago

    ખેડૂતો દ્વારા જૂન માસ દરમિયાન મગફળી અને કપાસ વિગેરે પાકોનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ પાણી પત્રકમાં તેની નોંધ થતી ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે જણસીઓની ખરીદી કરવામાં આવે ત્યારે ઓન-લાઇન ક્રોપ સર્વે બતાવતું ન હોવાથી તેમજ પાણી પત્રકમાં નોંધ ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. રાજુલા સહિત જિલ્લાભરમાં ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે હાલાકી વેઠવી પડે છે. આ અંગે અગાઉ તારીખ 15-8-2025 ના રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટરે તાલુકામાં ધારાસભ્ય , વિસ્તરણ અધિકારી(ખેતી) અને તાલુકા પંચાયત-રાજુલાને લેખિતમાં જાણ કરવામાં આવેલી હોવા છતાં પ્રશ્ન હલ થયેલ નથી. રમેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે હાલ સેટેલાઇટ સર્વેનું કામ બંધ છે. ખેડૂતોને તલાટી મંત્રી પાસે પાકના વાવેતરના દાખલો લેવા માટે ધક્કા થઈ રહ્યા છે. ઓનલાઈન અરજીમાં પણ ક્રોપ સર્વે બતાવતા નથી. એટલે ખેડૂતોની અરજી થતી નથી. ખેડૂતોના હિતમાં સેટેલાઇટ સર્વે વહેલી તકે શરૂ કરાવવા અને પાણી પત્રક બનાવવાની ખેડૂતોમાં માંગ ઉઠી છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને દોડા દોડી રહે છે. તેમજ મોસમ સમયે જ ખેડૂતોનો સમય પણ વેડફાઈ છે. સમયસર સેટેલાઈટ સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગણી ઉઠી છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોએ જૂન અને જુલાઈ માસમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પરેશાની| રાજુલામાં જ વીસીઈની જ નિમણૂંક થઈ નથી અત્યારે ટેકાના ભાવે મગફળી સહિતના પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ રજીસ્ટ્રેશન વીસીઈ મારફત કરવાનું હોય છે. પરંતુ રાજુલા શહેરમાં વીસીઈની નિમણૂંક થઈ નથી. જેના કારણે ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પરેશાની વેઠવી પડે છે. જુલાઈ, જુન સુધીમાં સેટેલાઈટ સર્વે કરી લેવો જોઈએ ખેડૂતોના પાકનો સેટેલાઈટ સર્વે જુલાઈ અને જુન સુધીમાં પૂર્ણ કરી લેવો જોઈએ અને તેના ડેટા મામલતદારને આપવા જોઈએ. તેના આધારે સાતબાર તથા આઠ અમાં તેની નોંધ થઈ શકે. > રમેશભાઈ વસોયા, જૂની માંડરડીના ખેડૂત અગ્રણી
    Click here to Read More
    Previous Article
    મતિરાળાનાખેડૂતને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે છેતર્યા‎:દવાખાનાના કામે પૈસાની જરૂર હોવાનું કહી રૂ.85 હજારની છેતરપિંડી આચરી
    Next Article
    15 સ્થળોની તપાસ:ધારી - અમરેલી રોડ પરની રેસ્ટોરન્ટમાંથી લીધેલ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment