Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવાધિકાર પંચની દખલ પછી ગુનો દાખલ:બાળક સહિત અટકાયતીઓની પરેડ કાઢનારા પોલીસો વિરુદ્ધ એફઆઈઆર

    15 hours ago

    બાળક સહિત અટકાયતમાં રાખેલા અમુક લોકો પર કસ્ટડીમાં હુમલો, અનધિકૃત રીતે અટકાયત અને જાહેરમાં અપમાનિત કરવાના પ્રકરણની રાજ્ય માનવાધિકાર પંચ દ્વારા દખલ લેવાયા પછી પુણેમાં ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા 18 પોલીસો સામે ગુરુવારે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.9 સપ્ટેમ્બરે પંચના ચુકાદા અને રાજ્ય પોલીસ પ્રમુખને નિર્દેશ પછી સીઆઈડીના ડેપ્યુટી એસપી દ્વારા દાખલ ફરિયાદ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 21 જુલાઈએ બાળક સહિત અમુક લોકો પર કસ્ટડીમાં હુમલો, અનધિકૃત રીતે અટકાયત, જાહેરમાં પરેડ કાઢવા, તેમને વાહનના બોનેટ પર બાંધવા માટે પુણેના ટોચના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પંચની ભલામણ પર 9 સપ્ટેમ્બરે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્રણ બાળકોને દોરડાથી પોલીસ વાહનના બોનેટ પર બાંધીને આંબેગાવ પાથર પોલીસ આઉટપોસ્ટ તરફ જતા રસ્તા પર પરેડ કાઢવામાં આવી હતી. બાળકો પછાત જાતિના હોવાથી જાતિ અત્યાચાર ધારા પણ લગાવવામાં આવી છે.બીજી એફઆઈઆરમાં ચાર જણે 5 જુલાઈએ બપોર 3 વાગ્યે પોલીસ શરણાગતી સ્વીકાર્યા પછી તેમની રાત્રે 10.30 વાગ્યે ધરપકડ કરાઈ હતી.આ ચાર જણ પર પોલીસે લાકડી અને લાઠીઓથી હુમલો કર્યો હતો. 7 જુલાઈએ તેમને લેક ટાઉન નજીક એસઆરએ કોલોનીમાં લઈ જઈને ઘૂંટણિયે પડાવ્યા, મારપીટ કરી અને જાહેરમાં માફી મગાવી હતી. આ અંગે પોલીસ સ્ટેશનની ડાયરીમાં કે વાહનના લોગબુકમાં કોઈ એન્ટ્રી નથી. આ વાત બહાર આવતાં ઓગસ્ટમાં માનવાધિકાર પંચે આપમેળે નોંધ લઈને ઘટનાની તપાસ કરવા માટે હકીકત શોધ સમિતિ સ્થાપી હતી.
    Click here to Read More
    Previous Article
    સહાનુભૂતિ મેળવીને સહાય માગતો હતો:પુણે એરપોર્ટ પર સતત ઓળખ બદલી ઠગાઈ કરનારો ઝડપાયો
    Next Article
    ફાયર બ્રિગ્રેડે એક કલાકની જહેમત બાદ આગને બુઝાવી:ગોરેગાંવમાં રહેણાક ઈમારતના 8મા માળે ભીષણ આગ, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment