Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુનિયાનો સૌથી મોટો રોકેટ લોન્ચ કોમ્પ્લેક્સ બનાવશે મસ્ક:આ મેનહટ્ટન શહેર કરતાં 8 ગણી મોટી જમીન પર બનશે, દર વર્ષે હજારો સ્ટારશિપ રોકેટ લોન્ચ થશે

    1 day ago

    ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ અમેરિકાના દક્ષિણ લ્યુઇસિયાનામાં દુનિયાનો સૌથી મોટો રોકેટ લોન્ચ કોમ્પ્લેક્સ બનાવી રહી છે. આ પ્રોજેક્ટ પર કંપની 100 બિલિયન ડોલર એટલે કે લગભગ ₹9.50 લાખ કરોડનું રોકાણ કરશે. 'સ્ટારબેઝ, લ્યુઇસિયાના' સ્પેસએક્સનો બીજો 'સ્ટારબેઝ' કેમ્પસ હશે. આ નવો સ્પેસપોર્ટ લ્યુઇસિયાનાના પિકાન આઇલેન્ડ પર 1.25 લાખ એકરમાં ફેલાયેલો હશે, જે ન્યૂયોર્કના મેનહટન શહેર કરતાં પણ આઠ ગણો મોટો છે. અહીંથી સ્પેસએક્સના નેક્સ્ટ-જનરેશન રોકેટ 'સ્ટારશિપ' અને AI આધારિત સેટેલાઇટ્સને અવકાશમાં મોકલવામાં આવશે. બાંધકામ વર્ષ 2029 થી શરૂ થવાની અપેક્ષા છે. 3,000 નવી નોકરીઓ મળશે, સરેરાશ પગાર ₹88 લાખ વાર્ષિક હશે લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ તેને રાજ્યની અર્થવ્યવસ્થા માટે એક મોટું પગલું ગણાવ્યું છે. લેન્ડ્રીના મતે, આ સ્પેસપોર્ટથી આ ક્ષેત્રમાં ઓછામાં ઓછી 3 હજારથી વધુ સીધી નોકરીઓનું સર્જન થશે. અહીં કામ કરતા કર્મચારીઓનો સરેરાશ વાર્ષિક પગાર 92,600 ડોલર એટલે કે લગભગ 88 લાખ રૂપિયા હશે, જે વર્મિલિયન પેરિશની વર્તમાન સરેરાશ આવક કરતાં લગભગ બમણો છે. ગવર્નરે કહ્યું, "આ પ્રોજેક્ટ રોજગાર, સમુદાયો માટે પ્રગતિ અને આપણા દરિયાકાંઠાના વિસ્તારો માટે સુરક્ષા લાવશે." 'સેલ્ફ-સસ્ટેનિંગ' હશે કેમ્પસ, પોતે બનાવશે ઇંધણ અને વીજળી સ્પેસએક્સના પ્રેસિડેન્ટ ગ્વિન શોટવેલે જણાવ્યું કે આ કેમ્પસ સંપૂર્ણપણે 'સેલ્ફ-સસ્ટેનિંગ' હશે. પોતાનું ઇંધણ અને વીજળી: કોમ્પ્લેક્સની અંદર જ રોકેટ પ્રોપેલન્ટ માટે મિથેન ગેસનું ઉત્પાદન થશે અને ઇલેક્ટ્રિસિટી જનરેશન ફેસિલિટી સ્થાપિત કરવામાં આવશે. શિપિંગ અને ટ્રાન્સપોર્ટ: સ્ટારશિપ રોકેટ્સને લાવવા-લઈ જવા માટે ડીપ-વોટર શિપિંગ પોર્ટ અને વ્હીકલ પ્રોસેસિંગ યુનિટ્સ બનાવવામાં આવશે. એક સમર્પિત એરપોર્ટ પણ બનાવી શકાય છે. શોટવેલે કહ્યું કે આ સુવિધાનો લક્ષ્ય દર વર્ષે સ્ટારશિપની હજારો ઉડાનને સપોર્ટ કરવાનો છે, જોકે આ એન્જિનિયરિંગ અને રેગ્યુલેટરી મંજૂરી પર નિર્ભર રહેશે. રૉકેટ મેન્યુફેક્ચરિંગ નહીં, માત્ર લૉન્ચિંગ થશે આ લ્યુઇસિયાના કેમ્પસ સ્પેસએક્સના ટેક્સાસ સ્થિત 'સ્ટારબેઝ'થી ઘણું અલગ હશે. ટેક્સાસમાં રૉકેટ્સનું નિર્માણ અને એસેમ્બલી કરવામાં આવે છે, જ્યારે લ્યુઇસિયાના ફેસિલિટીમાં રૉકેટનું મેન્યુફેક્ચરિંગ નહીં થાય. તેનું મુખ્ય ધ્યાન ફક્ત હાઈ-ફ્રિક્વન્સી એટલે કે ઝડપી ગતિથી લૉન્ચિંગ પર રહેશે. પિકાન આઇલેન્ડની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીંથી રૉકેટ્સને સન-સિંક્રોનસ ઓર્બિટમાં સરળતાથી મોકલી શકાય છે. આ ઓર્બિટ સોલર-પાવર્ડ સેટેલાઇટ્સ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. લુઇસિયાના સ્પેસપોર્ટ દ્વારા મસ્ક બે મોટા લક્ષ્યો… નોલેજ પાર્ટ: શું હોય છે 'સન-સિંક્રોનસ ઓર્બિટ'? આ પૃથ્વીની એક એવી ભ્રમણકક્ષા છે જેમાં સેટેલાઇટ હંમેશા સૂર્યના એક જ ખૂણા સાથે યાત્રા કરે છે. એટલે કે સેટેલાઇટ જ્યાંથી પણ પસાર થાય છે, ત્યાં હંમેશા તડકો હોય છે. સોલર-પાવર્ડ સેટેલાઇટ્સ અને અર્થ-ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ માટે આ ભ્રમણકક્ષા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કાલુપુરથી જાસપુર રિક્ષામાં જતા 4 યુવકને છરી બતાવી લૂંટ:વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણના કામ માટે ઝારખંડથી આવેલા યુવકો પાસેથી 28 હજાર રોકડા પડાવ્યા, રિક્ષા ચાલક સહિત બેની અટકાયત
    Next Article
    હોસ્પિટલમાં આગ લાગતા 15 નવજાત જીવતાં ભુંજાયા:વોર્ડમાં 16 બાળકો હતા; માત્ર 1 જ બચ્યું, પાકિસ્તાનની હોસ્પિટલમાં AC કમ્પ્રેસરમાં વિસ્ફોટથી આગ લાગી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment