Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહાનુભૂતિ મેળવીને સહાય માગતો હતો:પુણે એરપોર્ટ પર સતત ઓળખ બદલી ઠગાઈ કરનારો ઝડપાયો

    15 hours ago

    સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના સતર્ક જવાનોએ ગુરુવારે સવારે પુણે એરપોર્ટ પર એક સિરિયલ ફ્રોડસ્ટરને ઝડપી લીધો છે. આ ઠગ પ્રવાસીઓ પાસેથી ખોટા બહાને પૈસા પડાવતો હતો. તે અનેક બનાવટી ઓળખનો ઉપયોગ કરીને ઠગાઈ કરતો હતો. બુધવારે સવારે ૦૫:૪૫ વાગ્યે હૈદરાબાદથી ઈન્ડિગો ફ્લાઈટ 6E-351 દ્વારા આવેલા મુસાફરને 'અરાઈવલ ગેટ'ની બહાર નીકળતાંની સાથે આરોપીએ આંતર્યો હતો. તેણે સહાનુભૂતિ મેળવીને ₹૨૦,૦૦૦ની આર્થિક મદદ માગી. માનવીય ધોરણે પ્રવાસીએ ગૂગલ પે એકાઉન્ટમાંથી ₹૧૧,૦૦૦ ટ્રાન્સફર કર્યા.CISFના સિક્યુરિટી ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (SOCC) અને ક્રાઈમ એન્ડ ઈન્ટેલિજન્સ વિંગ (CIW)માં તહેનાત જવાનોએ ઠગની ગતિવિધિઓ પકડી પાડી. તેને અટકાયતમાં લીધો. તપાસમાં એવું જણાયું કે તેનું ગૂગલ પે અકાઉન્ટ 'ગુજ્જરાલાપુડી બાલા કોટેશ્વર રાવ'ના નામે નોંધાયેલું હતું. તેના આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાઈસન્સ પર 'શ્રી એમ. વી. દિનેશ કુમાર' (ગુંટુર, આંધ્રપ્રદેશના રહેવાસી) નામ હતું. તેની પાસે રહેલા પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ID કાર્ડ પર 'શ્રી અલ્લુરુ શ્યામ પ્રસાદ' હતું.પરસ્પર વિરોધાભાસી ઓળખ અને અન્ય વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગે સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળ જતાં તેને અટકાયતમાં લેવાયો. મદદ કરનાર મુસાફરે અસલિયત બહાર આવતાં ઔપચારિક રીતે ફરિયાદ દાખલ કરી. 1 સપ્ટેમ્બરે પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક પ્રવાસી પાસેથી ઠગે ₹૧૮,૬૦૦ પડાવ્યા હતા, જે પછી સીઆઈએસએફ દ્વારા સતર્કતા વધારી દેવાઈ હતી. ગુરુવારે પકડાયેલા ઠગે જ 1 સપ્ટેમ્બરે પણ અન્ય પ્રવાસીને ઠગ્યો હતો. અગાઉ પણ તે આવી ઠગાઈ કરી ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    Five Stocks To Buy Today, Sept 25: South Indian Bank, Allied Blenders and Distillers, Vishal Mega Mart, And More
    Next Article
    માનવાધિકાર પંચની દખલ પછી ગુનો દાખલ:બાળક સહિત અટકાયતીઓની પરેડ કાઢનારા પોલીસો વિરુદ્ધ એફઆઈઆર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment