Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ નાગરિકોની રજૂઆતો સાંભળી:જોરાવરનગરના કર્તવ્યમ્ કાર્યાલય ખાતે આયોજન, અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી

    23 hours ago

    સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જોરાવરનગર ખાતે આવેલા જનસંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ધારાસભ્ય સમક્ષ પોતાના વિવિધ પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓ રજૂ કરી હતી. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળી અને તેની વિગતો જાણી હતી. તેમણે નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને યોગ્ય ઉકેલ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રજૂ થયેલા પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. ધારાસભ્યએ નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક જાળવીને તેમની સમસ્યાઓ સાંભળી હતી અને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા સંવાદને મહત્વ આપ્યું હતું. ‘કર્તવ્યમ્’ ખાતે યોજાયેલી આ જનસંપર્ક મુલાકાતો 'સંપર્કથી સંવાદ, સંવાદથી વિશ્વાસ અને વિશ્વાસથી વિકાસ'ના અભિગમ સાથે નાગરિકો અને જનપ્રતિનિધિ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનું માધ્યમ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    'ઓપરેશન સીતા' હેઠળ 17 સગીરા-મહિલાઓનું રેસ્ક્યૂ:પોલીસે ટેકનિકલ-હ્યુમન સોર્સથી ગુમ થયેલી દીકરીઓને શોધી વાલીઓને સોંપી
    Next Article
    સિનિયર સિવિલ જજ સામે 10 વર્ષે લાંચનો કેસ રદ્દ:એક વકીલે તત્કાલીન સિનિયર સિવિલ જજ ઉપરના કેસમાં સ્ટે અપાવવા 2012માં 5 હજાર માંગ્યાનો આક્ષેપ મૂક્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment