Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનિયર સિવિલ જજ સામે 10 વર્ષે લાંચનો કેસ રદ્દ:એક વકીલે તત્કાલીન સિનિયર સિવિલ જજ ઉપરના કેસમાં સ્ટે અપાવવા 2012માં 5 હજાર માંગ્યાનો આક્ષેપ મૂક્યો હતો

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટમાં ધંધુકા કોર્ટના તત્કાલીન સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ જે.એસ.શાહ અને બેલિફ દિપકકુમાર રાવલ દ્વારા લાંચની ફરિયાદ રદ્દ કરવા માટે વર્ષ 2016 માં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. કેસને વિગતે જોતા હાઇકોર્ટના વિજિલન્સ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ વાજા દ્વારા ગુજરાત હાઇકોર્ટ વિજિલન્સ પોલીસ સ્ટેશન, અમદાવાદ ખાતે વર્ષ 2014 માં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ઉપરોક્ત બંને અરજદારો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીને ફોન કરીને લાંચની માંગણી કરવાનો આક્ષેપ ફરિયાદી એડવોકેટ જગદીશકુમાર પાટડીયાના પિતાએ વીજ કંપની સામે કરેલા દાવામાં વીજ કનેક્શન પુનઃ શરૂ કરવા અને સ્ટે ઓર્ડર આપવાના બદલામાં જજ જે.એસ. શાહ દ્વારા 5 હજાર રૂપિયાની લાંચ માંગવાનો આક્ષેપ કરાયો હતો. જે સંદર્ભે હાઈકોર્ટ વિજિલન્સ સેલને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત બેલિફ દીપકકુમાર રાવલના મોબાઇલ નંબર પરથી ફરિયાદીને ફોન કરીને લાંચની રકમ માટે ફરી માંગણી કરવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો. ફોજદારી કેસ ચાલુ રાખવો એ કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ અરજદારો તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમની સામે ભ્રષ્ટાચાર કાયદા હેઠળનો કોઈ ગુનો બનતો નથી. લાંચની માંગણી, સ્વીકૃતિ કે રિકવરી થઈ નથી. જજ અને બેલિફ બંને સામે જે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી, તેમાં ગુણદોષના આધારે બંનેને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. તેથી, ફોજદારી કેસ ચાલુ રાખવો એ કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ ગણાશે. ખાતાકીય તપાસ અને ફોજદારી કાર્યવાહી બંને અલગ છે સામે સરકારી વકીલ અને વિજિલન્સ સેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ખાતાકીય તપાસ અને ફોજદારી કાર્યવાહી બંને અલગ છે અને સાથે ચાલી શકે છે. ખાતાકીય તપાસમાં મુક્તિ મળવાથી ક્રિમિનલ કેસ આપોઆપ બંધ થઈ જતો નથી. 'આક્ષેપો અને તથ્યો પર આધારિત ક્રિમિનલ કેસ ચાલુ રાખી શકાય નહીં' હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને નોંધ્યું હતું કે જો ખાતાકીય તપાસમાં તકનીકી કારણોસર નહીં, પરંતુ ગુણદોષના આધારે આક્ષેપો ખોટા સાબિત થાય અને વ્યક્તિ નિર્દોષ જાહેર થાય, તો તે જ આક્ષેપો અને તથ્યો પર આધારિત ક્રિમિનલ કેસ ચાલુ રાખી શકાય નહીં. કારણ કે ક્રિમિનલ કેસમાં ગુનો સાબિત કરવા માટે વધારે મજબૂત પુરાવાની જરૂર હોય છે. આ કેસમાં જજ સામેની ખાતાકીય તપાસ ગુણદોષના આધારે પૂરી થઈ હતી અને હાઇકોર્ટની ફુલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી તે રિપોર્ટ સ્વીકાર્યો હતો. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં લાંચની માંગણીનો કોઈ ઉલ્લેખ નહીં બનાવની કથિત તારીખ 30 ઓક્ટોબર, 2012 હતી. પરંતુ ફરિયાદી પોતે વકીલ હોવા છતાં, તેઓએ પોલીસ સ્ટેશન કે હાઇકોર્ટમાં કરેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં આ લાંચની માંગણી અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. વિજિલન્સમાં ફરિયાદ 3 ઓગસ્ટ, 2013 ના રોજ એમ ખૂબ મોડી આપવામાં આવી હતી. હાઈકોર્ટે અરજીઓ મંજૂર કરી ક્રિમિનલ કેસની કાર્યવાહી રદ કરી બેલિફ સામે માત્ર ટેલિફોનિક વાતચીતનો કોલ ડિટેલ રેકોર્ડ હતો, પરંતુ ખાતાકીય તપાસમાં તેની સામે પણ કોઈ આક્ષેપ સાબિત થયો ન હતો. હાઇકોર્ટે નોંધ્યું છે કે બંને અરજદારો સામેના આક્ષેપો ખાતાકીય તપાસમાં ગુણદોષના આધારે ખોટા સાબિત થયા છે, તેથી ક્રિમિનલ કેસ ચાલુ રાખવો એ અદાલતી પ્રક્રિયાનો દુરૂપયોગ ગણાશે. આથી હાઇકોર્ટે આ બંનેની અરજીઓ મંજૂર કરીને તેઓની સામેની ક્રિમિનલ કાર્યવાહી રદ્દ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ નાગરિકોની રજૂઆતો સાંભળી:જોરાવરનગરના કર્તવ્યમ્ કાર્યાલય ખાતે આયોજન, અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી
    Next Article
    Opinion: BLOG: 20 Years On, My LSR Memories Of Harassment Have Not Faded

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment