Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક પરણિતાને સાસરીયાંનો ત્રાસ:પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ

    21 hours ago

    રાજકોટ શહેરમાં પતિ અને સસરા દ્વારા પરણિતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. બાપા સીતારામ ચોક વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરણિતા કાજલબેન ડોબરીયાએ પોતાના પતિ વિશાલ અને સસરા અશ્વિનભાઈ સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પરણિતાએ પતિ પર અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો રાખવા, માનસિક-શારીરિક ત્રાસ આપવો અને સસરા પર વિકૃત વર્તન કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ​ફરિયાદી કાજલબેનએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન નવેમ્બર 2022માં રાજકોટના કોઠારીયા સોલવન્ટ રોડ પાસે રહેતા વિશાલ અશ્વિનભાઈ ડોબરીયા સાથે કોર્ટ તથા સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ સાસરીમાં સાથે રહેતી વખતે સસરા અશ્વિનભાઈની દાનત ખરાબ જણાતાં અને તેઓ પરણિતાના કપડાં કબાટમાં મૂકી હેરાન કરતા હોવાથી, પતિને વાત કરી બંને ભાડાના મકાનમાં અલગ રહેવા ગયા હતા. પરંતુ અલગ રહેવા ગયા બાદ પણ પતિનો ત્રાસ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો ગયો હતો. ​અલગ મકાનમાં ગયા પછી પતિ વિશાલ નાની-નાની વાતોમાં અસહ્ય માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. મોડા ઘરે આવવું નશાની હાલતમાં ગાળાગાળી કરવી અને બહાર હરવા-ફરવા કે જમવા લઈ જતી વખતે બિલ પરણિતા પાસે ભરાવવું જેવું વિચિત્ર વલણ દાખવતો હતો. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવાથી તે પરણિતા સાથે છૂટાછેડા લેવાના ઇરાદાથી જ સતત માનસિક ત્રાસ આપતો હતો તથા પરણિતાને માતૃત્વના સુખથી પણ વંચિત રાખી દુર-દુર રહેતો હતો. ​પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ગત મે 2026માં પતિ ઘરનું વોશિંગ મશીન તથા પરણિતાના અભ્યાસના તમામ અસલ ડોક્યુમેન્ટ્સ લઈને તેને એકલી મૂકી પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં સોસાયટીના પાર્કિંગમાંથી પરણિતાનું એક્ટિવા વાહન પણ અંગત સામાન અને કપડાં સાથે લઈ ગયો હતો. વડીલોની હાજરીમાં સમાધાન માટે બેઠક બોલાવવામાં આવતાં પતિએ સાથે રહેવાની સ્પષ્ટ ના પાડી "મને જેલમાં નાખી દો, મારે સાથે નથી રહેવું" તેમ કહી છૂટાછેડાની માંગ કરી હતી. ​આખરે પતિ અને સસરાના અવારનવારના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને પરણિતાએ કાનૂની ન્યાય મેળવવા પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશને આ મામલે પતિ વિશાલ અશ્વિનભાઈ ડોબરીયા તથા સસરા અશ્વિનભાઈ પોપટભાઈ ડોબરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ચૂંટણી કમિશનર સામે યુવક કોંગ્રેસના ધરણાં:વિસર્જન માટે ચુસ્ત બંદોબસ્ત અને હડતાળીયા કર્મચારીઓને સસ્પેન્શનની ચીમકી
    Next Article
    મત્સ્યઉદ્યોગના લાભાર્થીઓને સશક્ત કરવા PM-MKSSY યોજનાનો ડેમો યોજાયો:વેરાવળ કોલેજમાં ભારત સરકારે ઓનલાઇન માર્ગદર્શન આપ્યું, 100થી વધુ લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment