Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મત્સ્યઉદ્યોગના લાભાર્થીઓને સશક્ત કરવા PM-MKSSY યોજનાનો ડેમો યોજાયો:વેરાવળ કોલેજમાં ભારત સરકારે ઓનલાઇન માર્ગદર્શન આપ્યું, 100થી વધુ લોકો જોડાયા

    21 hours ago

    ભારત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગ હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY)નો ઓનલાઇન ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વેરાવળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી ખાતે યોજાયો. તેનો મુખ્ય હેતુ મત્સ્ય ક્ષેત્રના લાભાર્થીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે માર્ગદર્શન આપવાનો હતો. કોલેજના આચાર્ય ડૉ. આર. વી. બોરિચાંગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું. તેમાં ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી 100થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો. PM-MKSSY પ્રોજેક્ટના નોડલ ઓફિસર ડૉ. જીતેશ બી. સોલંકીએ યોજનાની રૂપરેખા અને મુખ્ય જોગવાઈઓ વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન PM-MKSSY યોજનાના ઉદ્દેશ્યો, લાભો, ઓનલાઇન અરજી કરવાની રીત અને તેની વિવિધ પ્રક્રિયાઓ વિશે માહિતી અપાઈ. દિલ્હીથી ઓનલાઇન પ્રાયોગિક ડેમો પણ રજૂ કરાયો હતો. ખાસ કરીને માછીમારો, મત્સ્ય ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અપાયું. તેમને ડિજિટલાઇઝેશન દ્વારા અસંગઠિત મત્સ્ય ક્ષેત્રને સંગઠિત કરવા, સંસ્થાકીય નાણાકીય સહાય આપવા અને પર્ફોર્મન્સ ગ્રાન્ટ દ્વારા આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુઓ સમજાવવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ડૉ. હિતેષ પરમાર, ડૉ. રવિ બારૈયા, ડૉ. કેતન ટાંક અને કુ. અરિતાબહેન રાઠોડ દ્વારા પ્રયાસો કરાયા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વધુ એક પરણિતાને સાસરીયાંનો ત્રાસ:પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ
    Next Article
    'ઓપરેશન સીતા' હેઠળ 17 સગીરા-મહિલાઓનું રેસ્ક્યૂ:પોલીસે ટેકનિકલ-હ્યુમન સોર્સથી ગુમ થયેલી દીકરીઓને શોધી વાલીઓને સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment