Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ચૂંટણી કમિશનર સામે યુવક કોંગ્રેસના ધરણાં:વિસર્જન માટે ચુસ્ત બંદોબસ્ત અને હડતાળીયા કર્મચારીઓને સસ્પેન્શનની ચીમકી

    21 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમની સામે કાયદેસર કાર્યવાહીની માંગણી સાથે આજે રાજકોટ શહેર તથા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે પોલીસે સ્થિતિ સંભાળી તેમની અટકાયત કરી હતી. જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચના સભ્યોના વાંધા છતાં કાર્યવાહી થઈ નથી અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા 'વોટ ચોરી'ના આક્ષેપો મુજબ ચૂંટણી પરિણામો પ્રભાવિત થઈ રહ્યા છે. ગણેશ વિસર્જનને લઈને રાજકોટ પોલીસ એલર્ટ રાજકોટમાં આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ CP ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં 3 DCP, 4 ACP, 18 PI અને 46 PSI સહિત કુલ 1383 પોલીસકર્મીઓ, TRB અને GRD જવાનો તૈનાત રહેશે. પાળ ગામ (જખરાપીર દરગાહ પાસે), ન્યારા પાટિયા, બાલાજી વેફર્સ સામે અને આજી ડેમ ઓવરફ્લો સહિતના 6 સ્થળો વિસર્જન માટે નિયત કરાયા છે. વિસર્જન કુંડમાં સિન્થેટિક લાઇનર અને ફટકડીનો ઉપયોગ કરાશે, જ્યારે કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન તેમજ પરવાનગી વગર સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. રાજકોટમાં ગણપતિ વિસર્જન માટે 6 સ્થળોએ 1383 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત રાજકોટ શહેરમાં ગણપતિ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા આખી રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે. આવતીકાલે શહેરની ભાગોળે આવેલા 6 જુદા-જુદા સ્થળો પર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે ભક્તોની સુરક્ષા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ 3 ડીસીપી, 4 એસીપી, 18 પીઆઈ અને 46 પીએસઆઇ સહિત કુલ 1383 પોલીસ, ટીઆરબી અને જીઆરડી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મૂર્તિ વિસર્જન માટે પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે, ન્યારાના પાટીયા પાસે જામનગર રોડ પર, બાલાજી વેફર્સ સામે કાલાવડ રોડ પર તથા આજી ડેમ ઓવરફ્લો નીચેના સ્થળો સુનિશ્ચિત કરાયા છે. કટોકટીના સમયે સંપર્ક કરવા માટે 112, મહિલા સહાય માટે 181, નાર્કોટિક્સ માટે 1908 અને સાયબર માટે 1930 હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ નક્કી કરાયેલા સ્થળો સિવાય પીવાના કે વપરાશના પાણીના જળસ્ત્રોતમાં મૂર્તિ વિસર્જન કરવા પર તેમજ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ધાર્મિક સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને વિસર્જન પહેલાં મૂર્તિ પરથી હાર, ફૂલ અને વસ્ત્રો ઉતારી લેવાના રહેશે. વિસર્જન સ્થળોએ સિન્થેટિક લાઇનર પાથરીને 48 કલાકમાં મૂર્તિઓ સાથે બહાર કાઢવાની રહેશે તથા પાણીની શુદ્ધતા માટે ફટકડી નાખવાની કામગીરી કરાશે. વિસર્જન યાત્રા દરમિયાન રાહદારીઓ કે મિલકતો પર રંગો છાંટવા, બીભત્સ કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા અને સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ રહેશે. રાજકોટ મનપાનાં 382 ટીપી પ્લોટ પર દબાણ છે જરૂર પડે ત્યારે હટાવશું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ટીપી યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવેલા અનામત પ્લોટ પર મોટા પ્રમાણમાં દબાણ થયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ કુલ 1691 અનામત પ્લોટમાંથી 382 પ્લોટ દબાણગ્રસ્ત હોવાનું તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઝોન વાઈઝ આંકડા જોઈએ તો સૌથી વધુ દબાણ વેસ્ટ ઝોનમાં 219 પ્લોટ, ઈસ્ટ ઝોનમાં 102 પ્લોટ અને સેન્ટ્રલ ઝોનમાં 61 પ્લોટ પર જોવા મળ્યું છે. હાલ સમગ્ર શહેરમાં માત્ર 534 પ્લોટ જ ખાલી સ્થિતિમાં છે. આ પ્લોટો પર રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક પ્રકારના દબાણો ઊભા થઈ ગયા છે. દબાણ દૂર કરવાની કામગીરી અંગે મનપા તંત્રે આશ્ચર્યજનક જવાબ આપતા જણાવ્યું હતું કે આ દબાણો હટાવવા માટે હાલ કોઈ ચોક્કસ સમયમર્યાદા કે સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી. જાહેર હિત અને રસ્તાના કામો, લોકોની રજૂઆત કે વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે જ્યારે જમીનની જરૂરિયાત ઊભી થશે ત્યારે જ આ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી પણ અમુક કામગીરીમાં મર્યાદા હોવાનું તંત્રે જણાવ્યું છે. રાજકોટ સિવિલમાં સર્જરીમાં વધુ ચોકસાઈ અને ઝડપ આવશે સૌરાષ્ટ્રભરનાં તમામ દર્દીઓને સમયસર, સચોટ અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે હેતુથી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં આધુનિક IITV મશીન તથા સોનોગ્રાફી મશીનનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. IITV મશીન દ્વારા ઓપરેશન દરમિયાન શરીરના અંદરના ભાગોની રિયલ-ટાઇમ ઈમેજિંગ સુવિધા ઉપલબ્ધ થશે, જેથી ઓર્થોપેડિક સર્જરી દરમિયાન જરૂરી પ્રક્રિયાઓ વધુ ચોકસાઈપૂર્વક કરી શકાશે. બીજી તરફ, નવી સોનોગ્રાફી મશીનના કારણે દર્દીઓની જરૂરી તપાસ હોસ્પિટલમાં જ વધુ સરળતાથી અને સમયસર થઈ શકશે. આ આધુનિક સાધનો ઉપલબ્ધ થવાથી દર્દીઓને તપાસ અને સારવાર માટે બહારની હોસ્પિટલો કે લેબ પર નિર્ભર રહેવું નહીં પડે. સાથે જ, સમયસર નિદાન થવાથી યોગ્ય સારવારનો માર્ગ સરળ બનશે. દર્દીના આરોગ્ય, સમય અને સુવિધાને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ સુવિધા સિવિલ હોસ્પિટલની "દર્દી પ્રથમ"ની ભાવનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે. ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ રાજકોટમાં ગત વર્ષે બજારભાવ કરતા ટેકાના ભાવમાં મગફળીના ભાવ ખેડૂતોને સારા મળતા આ વખતે ખેડૂતો દ્વારા અત્યારથી જ રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને એક દિવસમાં જ રાજકોટમાં રેકોર્ડ બ્રેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું.રાજકોટ જિલ્લામાં દર વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ કૃષિ કોમોડિટીઝની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી માટે ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ગત 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. જે આગામી 9 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.ગફળી માટે 52,814, સોયાબીન માટે 3,633, અડદ માટે 43 અને મગ માટે 16 નોંધણી થઈ છે. આમ, ચારેય પાકની મળીને કુલ નોંધણીનો આંકડો 56,506 પર પહોંચ્યો છે. આ ઉપરાંત મગફળી માટે 52,814, સોયાબીન માટે 3,633, અડદ માટે 43 અને મગ માટે 16 નોંધણી થઈ છે. આમ, ચારેય પાકની મળીને કુલ નોંધણીનો આંકડો 56,506 પર પહોંચ્યો છે. રા.લો.સંઘના ચેરમેન - વાઈસ ચેરમેનની ટૂંક સમયમાં ચૂંટણી રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રની સંસ્થાઓની ચૂંટણીઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની બીજી ટર્મ માટેની ચૂંટણી પ્રક્રિયા અર્થે પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1 ને અધિકૃત કરવામાં આવ્યા છે. તા.16 સપ્ટેમ્બરની મીટિંગમાં જરૂરી કોરમ પૂરું ન થવાને કારણે આ બેઠક તે દિવસે મુલતવી જાહેર કરવામાં આવી હતી. હવે આ ચૂંટણી માટે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ (જેને લોકપ્રિય રીતે 'રા.લો. સંઘ' કહેવામાં આવે છે) ના તમામ ડિરેક્ટર્સની ચૂંટણી ગત 8 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણી અંતર્ગત રા.લો. સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ટૂંક સમયમાં સંપન્ન થશે. જમીન દફતર કચેરીના ક્લાસ-3ના કર્મચારીઓ હડતાલ પર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ જમીન દફ્તર વિભાગના વર્ગ-3 કર્મચારીઓ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ-પે સહિતની માંગણીઓને લઈને હડતાળનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનના કારણે રાજ્યભરમાં જમીન માપણી, રી-સર્વે, સિટી સર્વે, ટીપ્પણ તથા નકશાની નકલ મેળવવા જેવી મહત્વપૂર્ણ નાગરિક કેન્દ્રીય કામગીરીઓ પર માઠી અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે. વહીવટી તંત્ર આ મામલે હવે પૂરતું ગંભીર બન્યું છે અને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રકાશે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ મામલે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે જે પણ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તેમની ગેરહાજરી ફરજિયાત નોંધવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવામાં આવશે.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ બાદ પણ જો કોઈ કર્મચારી કામ પર નહીં આવે અને ગેરહાજર રહેશે તો તેમની સામે સસ્પેન્શન સુધીની સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સંબંધિત કર્મચારીઓ સામે અન્ય જરૂરી પ્રશાસકીય અને કડક પગલાં પણ લેવામાં આવશે. રાજકોટના કેટલાક તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ 50 ટકાથી પણ ઓછું રાજકોટ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 458.27 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના છેલ્લા 30 વર્ષના વરસાદની સરેરાશ 741 મી.મી. છે. તેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 61.84 ટકા વરસાદ નોંધાયો હોવાનું તા. 24 સપ્ટેમ્બરના વરસાદની ડેટા એન્ટ્રી રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા જોતા વરસાદનું પ્રમાણ અલગ-અલગ જોવા મળી રહ્યું છે. કેટલાક તાલુકાઓમાં સરેરાશની સામે 70થી 90 ટકા સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે કેટલાક તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ 50 ટકાથી પણ ઓછું છે. ખાસ કરીને ગોંડલ તાલુકામાં સરેરાશની સામે 90.05 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપલેટા તાલુકામાં માત્ર 29.88 ટકા વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મારનારા બે સામે ગુનો નોંધાયો:નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિત બે શખ્સોએ ઓન ડ્યુટી ડોક્ટરને ધમકી આપી
    Next Article
    રાજકોટમાં વધુ એક પરણિતાને સાસરીયાંનો ત્રાસ:પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment