Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મારનારા બે સામે ગુનો નોંધાયો:નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિત બે શખ્સોએ ઓન ડ્યુટી ડોક્ટરને ધમકી આપી

    19 hours ago

    વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત બે લોકોએ થપ્પડ મારી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે ડોક્ટરે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પલાસડી ગામના રહેવાસી અને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોહમ્મદ અબ્દુલ રહીમ વકાલીયાએ અમિત સેજપાલ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરે જણાવ્યું કે, તેઓ સાંજે લગભગ સાત વાગ્યે ફરજ પર હતા ત્યારે અમૃતલાલ મણિશંકર ઠાકર નામના દર્દી તાવની સારવાર માટે તેમની પાસે આવ્યા હતા. દર્દીએ અગાઉ કરાવેલા રિપોર્ટ બતાવ્યા હતા, જેમાં તેઓ કેન્સરના દર્દી હોવાનું જણાયું હતું. તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને એમડી ડોક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી હતી. વાંકાનેર સિવિલમાં એમડી ડોક્ટર ન હોવાથી, ડોક્ટરે તેમને રાજકોટ, મોરબી કે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રિફર થવાની સલાહ આપી હતી. દર્દી સાથે આવેલા તેમના સંબંધીએ દર્દીને દાખલ કરવા માટે દલીલ કરી હતી, ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. રાત્રે લગભગ 8:30 વાગ્યે ફરિયાદી ઓપીડીમાં બેઠા હતા ત્યારે અમિત સેજપાલ તેમને મળવા આવ્યો. ડોક્ટર ઓપીડીમાંથી બહાર લોબીમાં ગયા ત્યારે ત્યાં બે લોકો હાજર હતા. તેઓએ ડોક્ટરને કહ્યું કે, "તું અત્યારે નોકરી પર છે, તને કેટલા વર્ષ થયા? તારી જેટલી ઉંમર છે એના કરતાં વધારે મારો અહીંનો અનુભવ છે. તું દર્દીને સારવાર કેમ નથી આપતો અને ખોટા એમડી ડોક્ટરના બહાના કાઢીને દર્દીઓને મોકલી આપે છે?" આના જવાબમાં ડોક્ટરે તેમને કહ્યું કે, "ભાઈ, તમે મને તુકારો ન આપો. દર્દીની સ્થિતિ સારી ન હતી અને તેમને એમડી ડોક્ટર પાસે મોકલવા જરૂરી હતા, તેથી મેં તેમને રિફર થવાનું કહ્યું હતું." ત્યારબાદ બંને શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતા અને “તારે અહીં નોકરી કરવાની છે ને હું તને જોઈ લઈશ” તેવી ધમકી આપી હતી. ફરિયાદી તેમની સાથે વધારે બોલાચાલી ન થાય તે માટે ઓપિડીમાં જતાં હતા ત્યારે અમિત સેજપાલે તેઓની ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદીને ગરદનના ભાગે પાછળ થપાટ મારી હતી. જોકે, હોસ્પિટલના સ્ટાફે વચ્ચે આવીને છોડાવ્યા હતા. ત્યાર બાદ અમિત સેજપાલ સાથે આવેલા શખ્સે જતા જતા કહ્યું કે, 'હું તને જોઈ લઈશ'. હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જશને ગ્યારવીહ શરીફ નિમિત્તે ભવ્ય ઝુલૂસ:વડવા તલાવડીથી આંબાચોક સુધી નીકળેલા ઝુલૂસમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા
    Next Article
    મુખ્ય ચૂંટણી કમિશનર સામે યુવક કોંગ્રેસના ધરણાં:વિસર્જન માટે ચુસ્ત બંદોબસ્ત અને હડતાળીયા કર્મચારીઓને સસ્પેન્શનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment