Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જશને ગ્યારવીહ શરીફ નિમિત્તે ભવ્ય ઝુલૂસ:વડવા તલાવડીથી આંબાચોક સુધી નીકળેલા ઝુલૂસમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

    18 hours ago

    ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ જશ્ને ગૌષે આઝમ ઝુલૂસ કમિટી દ્વારા પીરાને પીર હઝરત ગૌષુલ આઝમ દસ્તગીરની ગ્યારવીહ શરીફ નિમિત્તે શાનદાર અને ભવ્ય ઝુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવા તલાવડી સ્થિત ગૌષીયા મસ્જિદ ખાતેથી નીકળેલું આ ઝુલૂસ આસ્થા અને અકીદતના માહોલમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું. વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઝુલૂસ સંપન્ન થયું આ ભવ્ય ઝુલૂસ વડવા તલાવડીથી શરૂ થઈ ઈમામવાડા ચોક, અલકા ચોક, મતવા ચોક અને શેલારશા ચોક થઈને સાંજે 7 કલાકે આંબાચોક જુમ્મા મસ્જિદ પાસે સંપન્ન થયું હતું. ઝુલૂસના સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે ન્યાઝ, ઠંડા પીણા અને દૂધ કોલ્ડ્રિંક્સ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ઝુલૂસનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકસમુદાય ઉમટી પડ્યો આ પ્રસંગે વિવિધ મસ્જિદોના પેશઈમામ, મૌલાનાઓ, મદ્રેસાના બાળકો, મિલાદ પાર્ટીના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જશ્ને ગૌષે આઝમ ઝુલૂસ કમિટીના પ્રમુખ બનુહાસીમ સૈયદ હુસેનમીયાબાપુ અલફદ્દાક અને કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    यमुना एक्सप्रेसवे बस अग्निकांड: 9 मौतों के मामले में ड्राइवर समेत 3 गिरफ्तार
    Next Article
    વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મારનારા બે સામે ગુનો નોંધાયો:નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિત બે શખ્સોએ ઓન ડ્યુટી ડોક્ટરને ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment