Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ:ડોક્ટરે આક્ષેપો વખોડયા, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    8 hours ago

    બોટાદની ખાનગી ફોર્ચ્યુન હોસ્પિટલમાં 34 વર્ષીય મહિલાના મોતને લઈને બેદરકારીના આક્ષેપો કરાયા છે. વિછીયા તાલુકાના વેરાવળ ભડલી ગામની અલકાબેન ગોહિલનું ઓપરેશન પછી મોત થયું છે. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે ડોક્ટરે દર્દીની ગંભીર તબીબી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાયો છે. બોટાદના પાળીયાદ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોસ્પિટલમાં આ મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે. વેરાવળ ભડલી ગામની 34 વર્ષીય અલકાબેન ગોહિલને પથરીની ગાંઠની સારવાર માટે દાખલ કરાયા હતા. મૃતક મહિલાના પતિ સંજયભાઈ ગોહેલ મુજબ, આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ચાલતી હતી. ઓપરેશન પછી મહિલાનું મોત થયું. પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફના વર્તન અને સારવારની પ્રક્રિયા અંગે આક્ષેપો કર્યા છે. બીજી તરફ, હોસ્પિટલના ડોક્ટર જયસુખભાઈ કળથીયાએ મહિલાની ગંભીર તબીબી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. તેમના મુજબ, મહિલાને ગર્ભાશયની કોથળીમાં પથરીની ગાંઠ સાથે ઝેરી કમળાની પણ તકલીફ હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તબીબી તપાસ પછી જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    IOCLના મેનેજરના ઘરમાંથી 7 લાખના સોનાના દાગીનાની ચોરી:નોકરાણી સહિત ફર્નિચરનું કામ કરવા આવેલા ચાર લોકો સામે ફરિયાદ, પત્નીએ દાગીના પર્સમાં રાખ્યા હતા
    Next Article
    બોટાદ પોલીસ દ્વારા બાઈક રેલી યોજાઈ:રાષ્ટ્રીય એકતા અને ટ્રાફિક જાગૃતિ માટે એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment