Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IOCLના મેનેજરના ઘરમાંથી 7 લાખના સોનાના દાગીનાની ચોરી:નોકરાણી સહિત ફર્નિચરનું કામ કરવા આવેલા ચાર લોકો સામે ફરિયાદ, પત્નીએ દાગીના પર્સમાં રાખ્યા હતા

    7 hours ago

    ગુજરાત રિફાઈનરી ટાઉનશિપમાં રહેતા અને દુમાડ ખાતે IOCLના LPG બોટલિંગ પ્લાન્ટના મેનેજરના ઘરમાંથી 7.06 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયા છે. દાગીના પર્સમાં મૂકી ટ્રાવેલિંગ બેગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં તપાસ કરતાં દાગીના મળી આવ્યા નહોતા. પરિવાર દ્વારા ઘરે આવતી બે નોકરાણી તેમજ ફર્નિચરનું કામ કરવા આવેલા બે શખ્સો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જવાહરનગરની ગુજરાત રિફાઈનરી ટાઉનશિપના સેક્ટર-14/57માં રહેતા સિંગલાપલ્લી નાગેશ્વરાવ વેટરાવ IOCLના દુમાડ LPG બોટલિંગ પ્લાન્ટમાં એપ્રિલ-2026થી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની પત્ની પણ ગુજરાત રિફાઈનરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. બંને નોકરી પર જતા હોવાથી બાળકોની દેખરેખ માટે કૈલાશબેન બારિયા નામની મહિલા તથા ઘરકામ માટે સોનલબેન નામની મહિલાને નોકરીએ રાખી હતી. તા.13 ઓગસ્ટની રાત્રે પત્નીએ બેડરૂમની સાફસફાઈ દરમિયાન પોતાના સોના-ચાંદીના દાગીના એક પર્સમાં મૂકીને ટ્રાવેલિંગ બેગમાં રાખ્યા હતા. ત્યારબાદ તા.15 સપ્ટેમ્બરની રાત્રે પરિવાર અલકાપુરી ખાતે ખરીદી કરીને ઘરે પરત ફર્યો હતો. તે સમયે પત્નીએ ટ્રાવેલિંગ બેગમાં રાખેલા પર્સની તપાસ કરતાં અગાઉ મૂકેલા સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. 10 ગ્રામનો સોનાનો નેકલેસ, 36.42 ગ્રામનો સોનાનો નેકલેસ, સોનાનું બ્રેસલેટ, 24.13 ગ્રામની સોનાની ચેન, 5 ગ્રામની ચેન, 12 ગ્રામની ચેન, 5 ગ્રામની બીજી ચેન તેમજ 10 ગ્રામના સોનાના ઝુમખા-બુટ્ટીનો મળી આશરે રૂ.7.06 લાખની ચોરી થઈ હતી. પરિવારે ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના મળી આવ્યા નહોતા. દરમિયાન ઘરમાં અવરજવર કરતી કૈલાશબેન અને સોનલબેન ઉપરાંત તા.21થી 22 ઓગસ્ટ દરમિયાન ફર્નિચરનું કામ કરવા આવેલા રામઅવધ મોતીલાલ શર્મા અને તેમના પૌત્ર આનંદ શર્મા પર પણ શંકા વ્યક્ત કરી છે. દાગીના અંગે બંને નોકરાણીઓને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ અંગે નાગેશ્વરાવે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને નોકરાણી અથવા અન્ય શકમંદ વ્યક્તિઓમાંથી કોઈએ દાગીના ચોરી કર્યા છે કે કેમ તે અંગે તપાસ કરવાની માગ કરી છે. ફરિયાદના આધારે 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જિનપિંગ માટે ટ્રમ્પના રાત ઊજાગરા!:બંનેની સિક્રેટ મીટિંગથી દુનિયા ડરી! 5 મામલે USને ચીનની ગરજ, પેચ તાઈવાન-ઈરાન પર ફસાયો
    Next Article
    બોટાદની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ:ડોક્ટરે આક્ષેપો વખોડયા, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment