Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિનપિંગ માટે ટ્રમ્પના રાત ઊજાગરા!:બંનેની સિક્રેટ મીટિંગથી દુનિયા ડરી! 5 મામલે USને ચીનની ગરજ, પેચ તાઈવાન-ઈરાન પર ફસાયો

    7 hours ago

    તારીખઃ 23-24 સપ્ટેમ્બર 2026ની મધરાત સમયઃ 2:30 AM સ્થળઃ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ, વોશિંગ્ટન ડીસી, અમેરિકા અડધી રાતના ભયાનક અંધારામાં અમેરિકાના એરબેઝ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પ્લેન ઉતર્યું. પછી જે થયું એ કોઈ ફિલ્મથી ઓછું ન હતું. કારણ કે દુનિયાનો સૌથી તાકાતવર માણસ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અડધી રાતે વ્હાઈટ હાઉસ છોડીને જાતે જિનપિંગને રિસિવ કરવા માટે દોટ મૂકે છે. અને અહીં પણ એક ગજબ વસ્તુ થઈ! ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સિક્યોરીટીના લીરેલીરાં ઉડાવી દીધા અને પ્રોટોકોલ તોડીને જિનપિંગને આવકારવા હરખપદુડા થયા. આવું અગાઉ ખ્રિસ્તી ધર્મગુરુ પોપ માટે જ થયું છે. પણ તમને એક વાત જાણીને હસવું આવશે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન ગયા હતા ત્યારે તેમને લેવા માટે જિનપિંગ અધીરા નહોતા થયા. તેમણે પોતાના માણસો મોકલી દીધા હતા. તો શું આનાથી સમજી શકાય કે બંને સુપરપાવરમાં ચીન પાસે અપર હેન્ડ છે? આપણે આજે વિગતે વાત કરીશું કે કોને કેટલી ગરજ છે? કોણ કેટલું બળવાન છે? યુનાઈટેડ નેશનનમાં હાજરી સાથે ચીન ત્રણ દિવસ અમેરિકામાં શું કરવાના છે? ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર... અમેરિકાનું ટ્રમ્પના પહેલા પ્રેશિડેન્શિયલ કાર્યકાળમાં ચીન સાથે ટ્રેડ યુદ્ધ થયું હતું એટલું મોટું તો હાલ 2026માં નથી ચાલી રહ્યું પણ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટ્રેડ વોર ચાલી રહી છે તે વાત સાવ પણ નકારી ન શકાય. 11 વર્ષ પછી જિનપિંગ અમેરિકા પહોંચ્યા અત્યારની જ વાત કરીએ તો અમેરિકામાં યુનાઈટેડ નેશન્સની મહાસભા ચાલું છે. ચીન પણ મહેમાન છે, પણ ત્યાં હાજરી ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ નથી આપવાના. જિનપિંગ તો વોશિંગ્ટન સમિટ માટે 11 વર્ષના લાંબા સમય પછી અમેરિકા પહોંચ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે મીટિંગ અને ડિલ્સ થવાની પણ વાતો છે. એવામાં આ સમિટ મામલે ટ્રમ્પનું માનવું છે કે ચીન વધારેમાં વધારે અમેરિકાના એગ્રી પ્રોડક્ટ્સ અને બોઈંગ વિમાનો ખરીદે. આનાથી અમેરિકાની ઈકોનોમીને અને ટ્રમ્પને ચૂંટણીમાં ફાયદો થશે. ટૂંકમાં એક કાંકરે બે નિશાન. જિનપિંગ 3 દિવસ અમેરિકામાં શું કરશે? જિનપિંગની વિઝિટની ડિટેઈલમાં ડૂબકી લગાવીએ તો આજે તેમનું વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત થયું અને રાતે સ્ટેટ ડિનર થયું. આવતીકાલે સવારે ચાની ચૂસ્કી પછી વેપાર, ટેક્નોલોજી, AI અને તાઈવાન મામલે ચર્ચા થાય એવી વાતો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે કૃષિ વેપાર વધારવા અને વિમાન સોદાની ચર્ચા થઈ શકે છે. અમેરિકા કહી રહ્યું છે કે બોઈંગ, સોયાબીન અને કૃષિ પ્રોડક્સ મામલે ચીન સાથે સોદા થઈ શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે 202 અબજ ડોલરની વેપાર ખાધ છે. અમેરિકા ભરીભરીને ચીન પાસેથી માલ ખરીદે છે પણ ચીન અમેરિકા પાસેથી કંઈ નથી ખરીદતું એવું કહીએ તો પણ ચાલે. ચીન-અમેરિકાને એકબીજાથી શું ગરજ? અને જ્યારે આ બધુ થઈ રહ્યું છે ત્યારે દુનિયામાં અનેક ઠેકાણે સરહદી સંઘર્ષો અને રશિયા-યુક્રેન સહિત ઈરાન-ઈઝરાયલમાં તો ભયાનક યુદ્ધ ચાલી રહ્યા છે. આમ તો આ વિષયથી થોડી અલગ બાબત થઈ જાય પણ માહિતી જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે તેના કારણે અમેરિકાની તાકાત અને ડોલર બંનેને અસર થાય છે. અમેરિકાના આવા હાલ વચ્ચે ચીનની તાકાત જોરદાર રીતે વધી રહી છે. ટ્રમ્પ આ જાણે છે અને હોર્મુઝમાંથી ઓઈલ સપ્લાય ચાલુ રહે તે માટે તેને જિનપિંગની ગરજ છે. પણ વાત અહીં જ નથી અટકતી, બીજી પણ ઘણી વસ્તુઓ છે જેના કારણે અમેરિકા ચીનના ભરોસે છે. અમેરિકાને ચીનથી શું જોઈએ છે ચાલો એક પછી એક વિગતે જાણીએ.… અમેરિકા પાસેથી આ ત્રણ વસ્તુ ઈચ્છે છે ચીન સૌથી પહેલા વાત કરીએ ચીનને અમેરિકા પાસેથી શું જોઈએ છે? ઈન્ટરનેશનલ જગતમાં વાતો ફરી રહી છે કે ચીનની અમેરિકા પાસે 3 અપેક્ષાઓ હોય શકે છે. સૌથી પહેલું તો અમેરિકા તાઈવાનની સ્વતંત્રતાનો વિરોધ કરે. ગયા મે મહિનામાં ટ્રમ્પે જિનપિંગને મળતા પહેલા તાઈવાન સાથેની 14 અબજ ડોલરની હથિયારોની ડિલ રોકી દીધી હતી. ચીન આવું એટલા માટે ઈચ્છે છે જેથી તે તાઈવાન પર પોતાનો દાવો મજબૂત કરી શકે. બીજી છે રેર અર્થ મિનરલ્સ લઈ જાવ અને ટેરિફમાં છૂટ આપો. ત્રીજું એવું હોય શકે કે જો ટ્રમ્પ જિનપિંગના ભવ્ય વધામણા કરે તો કોમ્યુનિસ્ટ પાર્ટીને આવતા વર્ષે ફાયદો થાય અને ચોથી વખત જિનપિંગ નેતા તરીકે સિલેક્ટ થાય. આવી ઘણી વાતોની ચર્ચા થઈ રહી છે પણ મેઈન વિગતો સામે આવી રહી છે તે આવી કંઈક છે. પણ સામેની બાજુ અમેરિકાની લિસ્ટ લાંબી છે કારણ કે ચીનને અમેરિકાની જેટલી ગરજ છે તેનાથી ક્યાંય વધુ અમેરિકાને ચીનની ગરજ છે. ચાલો હવે અમેરિકાની વાત કરીએ... 40 ટ્રિલિયન ડોલરના દેવાની જાળ અમેરિકા દુનિયાનો સૌથી પાવરફુલ દેશ છે તેમાં ના નથી પણ એ જ અમેરિકા સૌથી દેવાદાર દેશ પણ છે. ઓગસ્ટ 2026ના ઓફિશિયલ આંકડા કહી જાય છે કે અમેરિકા પર 40 ટ્રિલિયન ડોલરથી વધુનું દેવું છે. આ જ દેવાના કારણે અમેરિકા બોન્ડ્સ બહાર પાડે છે. બોન્ડ્સ એટલે શું? તો જવાબ છે એ સરકારનું ઉધારી કરવાનું એક હથિયાર છે. સરકાર પૈસા રોકનાર પાસેથી પૈસા લે છે અને બદલામાં નક્કી વ્યાજ સાથે ભવિષ્યમાં અમુક રકમ પાછી આપશે એવી ગેરંટી આપે છે. આ જ પ્રોસેસ એટલે બોન્ડ. અને આ સરકારી અમેરિકન બોન્ડ્સ કોણ ખરીદે છે? તો જવાબ છે ચીન. ઓફિશિયલ ડેટા કહે છે કે ચીન પાસે આજની તારીખમાં 618 અબજ ડોલરના યુએસ બોન્ડ્સ છે. પણ એક્સપર્ટ્સનું માનવું છે કે આ ખાલી અડધી જ વાત છે. ચીને પોતાની બેંકોથી સિક્રેટ રીતે 2 ટ્રિલિયન ડોલર જેટલી અમેરિકન એસેટ છૂપાવીને સંઘરી રાખી છે. જો ચીન અમેરિકાને પાડી દેવા માટે અચાનક આ બોન્ડ્સ વેચી મારે તો અમેરિકાના શેરબજાર અને બેંકિંગ સિસ્ટમને જોરદાર ધક્કો લાગે, મંદી ફેલાવાની પણ શક્યતા બની શકે. અમેરિકા શ્વાસ પણ મેડ ઈન ચાઈના લે છે! અને તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના એડવાન્સ હથિયારો, ફાઈટર જેટ્સ, પરમાણુ સબમરિન્સ અને ઈલેક્ટ્રિક કાર્સ વગેરે બધુ ચીન વગર ભંગાર છે. આ બધા હાઈટેક હથિયારો કે મશિનોમાં રેર અર્થ મિનરલ્સ જોઈએ. અને તેના પર ચીનની મોનોપોલી છે. દુનિયાના મોટાભાગના રેરઅર્થ મિનરલ્સ ચીન પાસે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અમેરિકા એની 70 ટકા જરૂરિયાત માટે ચીનના ભરોસે છે. ગેલિયમ અને જર્મેનિયમ જેવા ખનિજોના પ્રોસેસિંગમાં પણ ચીનની જ દાદાગીરી છે. જો બેજિંગ અહીંથી સપ્લાય સ્વિચ પાડી દે તો અમેરિકાની ડિફેન્સ અને ટેક્નોલોજીના કાયમ માટે શ્વાસ રૂંધાય જાય એવા હાલ છે. ચીન વગર અમેરિકામાં હેલ્થ ક્રાઈસીસ આવી પડે? વાત હથિયારોથી હેલ્થ બાજુ લઈ જઈએ તો દવા બનાવવા માટેનો કાચો માલ જેને API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્સ કહેવાય છે તેમાં પણ ચીનનો જ દબદબો છે. આજના સમયમાં અમેરિકાની બજારમાં વપરાતી આઈબુપ્રોફેન જેવી પેઈન કેલર હોય કે એન્ટિબાયોટિક્સ બધાનો કાચોમાલ ચીનથી જ આવે છે. આઈબુપ્રોફેનનો નેવું ટકા જેટલો ભાગ અને એન્ટિબાયોટિક્સનો 82 ટકા જેટલા ભાગનો કાચોમાલ ચીન અમેરિકાને સપ્લાય કરે છે. સૌથી ભયાનક વાત એ છે કે કેન્સર અને બ્લડ પ્રેશર જેવી દવાઓના મેઈન એક્ટિવ ઈન્ગ્રેડિયન્ટસ પર પણ ચીનનો 100 ટકા કબજો છે. જો ટ્રેડ વોર ફાટી નીકળે તો અમેરિકામાં જીવન બચાવવા માટેની દવા માટે હાહાકાર મચી જાય. અને આપણે એ વાત પણ જાણવી જોઈએ કે આપણે દુનિયાના સૌથી મોટા ફાર્મા એક્સપોર્ટર્સ છીએ પણ આપણો દવા બનાવવાનો કાચો માલ પણ ચીનથી જ આવે છે. અંદાજે 2/3 જેટલો હિસ્સો. ટ્રમ્પના ટેરિફ તેને જ ભારે પડ્યો અગાઉ વાત કરી હતી એમ પોતાના પહેલા પ્રેસિડેન્ટ કાળમાં ટ્રમ્પે ચીન પર ટેરિફનો મારો ચલાવ્યો હતો. ત્યારે ચીનથી અમેરિકાની સીધી આયાત 22 ટકાથી ઘટીને 9 ટકા જેટલી થઈ ગઈ હતી. તો અમેરિકા આ બધુ ક્યાંથી ખરીદતી હતી? મેક્સિકો કે વિયેતનામથી. અને વિયેતનામ આ બધો માલ ક્યાંથી લાવતું હતું? જવાબ છે ચીનથી. બસ ખાલી લેબલ મેડ ઈન વિયેતનામ કે મેક્સિકો લાગતા હતા, મૂળિયા તો ચીની જ હતા. ટૂંકમાં અમેરિકાને શ્વાસ લેવો હોય તો હવા પણ મેડ ઈન ચીન હશે એવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. અને આ ખાલી અમેરિકાના નહીં પણ આખી દુનિયાના હાલ છે. UNમાં ચીન કંઈ ધડાકો કરવાનું છે? એટલે આ બધુ જાણીને આપણને એવું થાય કે અમેરિકાને ચીનની ગરજ છે એટલા માટે તેમને અડધી રાતે આંખો ચોળતા-ચોળતા જિનપિંગનું વેલકમ કરવા પહોંચવું પડે છે. પણ હકિકતમાં ખેલ તો અહીંથી જ બદલાય છે. એક્ચ્યુઅલી ટ્રમ્પ આ બધુ જીવન જરૂરી વસ્તુઓ માટે નહીં પણ વૈશ્વિક સત્તા માટે કરી રહ્યા છે. ટ્રમ્પે ભલે સપ્ટેમ્બર 2026ની UNGA મહાસભામાં અમેરિકા ફર્સ્ટના નારા સાથે ધુંઆધાર ભાષણ આપ્યું. બીજી બાજુ શી શાંતિથી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ગ્લોબલ સાઉથના નેતા તરીકે ઉપયોગ કરશે એવું એક્સપર્ટ્સનું માનવું છે. જિનપિંગના કહેવાથી તેમના ઉપરાષ્ટ્રપતિ યુએનમાં એવું બોલી જાય કે અમેરિકા અને ચીનને હરીફ નહીં ભાગીદાર બનવું જોઈએ તો પણ નવાઈ ન કહેવાય. જો કે આગળ શું થશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે. સુપર પાવરનો કાંટો ચીન બાજુ ઘૂમ્યો? રિપોર્ટમાં ધડાકો પણ તમે એક વાત નોટ કરી? જીઓપોલિટિક્સની ડિપ્લોમેટિક ગેમમાં અમેરિકા ધીમેધીમે પાછળ જતું જઈ રહ્યું છે? ચાલે હવે જાણીએ શું સુપરપાવરની ઘડિયાળનો કાંટો ચીન તરફ ઘૂમી રહ્યો છે કે કેમ? તો ઓસ્ટ્રેલિયાની લોવી એશિયા પાવર ઈન્ડેક્સ 2025નો રિપોર્ટ કહે છે કે અમેરિકાના પાવર સ્કોરમાં 1.2 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સામેની બાજુ ચીનના રાજદ્વારી પ્રભાવના માપદંડમાં 97.1 પોઈન્ટનો વધારો થયો અને અમેરિકા તેમાં પાછળ રહી ગયું. ખાલી રાજકારણ જ નહીં, લશ્કરી તાકાતમાં પણ ચીને અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી છે. ચીનની DF-17 અને DF-26 મિસાઈલ્સને લશ્કરી ભાષામાં કેરિયર કિલર કહેવાય છે. આ મિસાઈલ્સ અમેરિકન નેવીના અબજો ડોલરના એરક્રાફ્ટ કેરિયન જહાજોને ગણતરીની મિનિટોમાં જ દરિયાના તળિયે પહોંચાડી દેવાની તાકાત રાખે છે. અમેરિકાનો સેમિકન્ડક્ટર પ્લાન ઊંધેમાથે બીજી બાજુ ટેક્નોલોજીના મોટા મોરચે પણ મોટો ખેલ થઈ રહ્યો છે. અમેરિકાએ ચીન પર સેમિકન્ડક્ટરના કડક પ્રતિબંધો લગાવ્યા હતા. આવું કરવા પાછળ અમેરિકાનો ખ્યાલ એવો હતો કે ચીન ટેક્નોલોજીમાં પાછળ રહી જાય. પણ અમેરિકાનો દાવ ઉંધો પડ્યો. ચીનની SMIC નામની કંપનીએ પોતાની મેળે જ G5 DRAM નામનું ચીપ બનાવી દુનિયાનું મોઢું ખુલ્લું કરી દીધું. આના કારણે અમેરિકાને પોતાની જ માર્કેટમાં અબજો ડોલરનો લોસ થયો એ વાત તો અલગ જ છે. યુદ્ધ થતાં તો થઈ ગયું પણ પૂરું કરવામાં ફિણાં આવી ગયા અને હવે વાત કરીએ અમેરિકાની ફોરેન પોલીસની સૌથી મોટી મજબૂરીની. તો અત્યારે ઈરાન ઈઝરાયલ વચ્ચે જે યુદ્ધ ફાટી નિકળ્યું છે એમાં અમેરિકા ઈરાનનું આર્થિક રીતે કંઈ બગાડી શકે એમ નથી. કારણ કે પાછલા બારણે ઈરાનને ચીનનો સાથ છે. ચીન ઈરાનનું સૌથી મોટું ગ્રાહક છે અને ત્યાંથી ક્રુડ ઓઈલ ખરીદી-ખરીદીને ઈરાનની ઈકોનોમીને રાહત મળી રહી છે. આખી દુનિયા જાણે છે કે ટ્રમ્પથી યુદ્ધ થતાં તો થઈ ગયું છે પણ હવે પૂરું કરવામાં ફિણાં આવી ગયા છે, જો અમેરિકાને ઈરાન યુદ્ધ રોકવું હોય તો બેજિંગને વચ્ચે ઘૂસાડવું જ પડશે. બાકી અમેરિકાથી એકલે હાથે ભેગું થાય એમ જરા પણ નથી. ડોલર પર ડાકાનો ડ્રોગનનો પ્લાન આ બધી ઘટનામાં અમેરિકાના ડોલરને ઝટકો લાગી રહ્યો છે. જે અમેરિકાની ખરી તાકાત છે. તેને તોડવા ચીને પોતાની સિપ્સ સિસ્ટમ બનાવી છે એવી વાતો છે. CIPS સિસ્ટમે ઓગસ્ટ 2026માં 19.4 ટ્રિલિયન RMBના ટ્રાન્જેક્શન કર્યાના સમાચાર છે. આજે 189 દેશોની 1600થી વધુ બેંકો આમાં જોડાઈ ચૂકી છે. બ્રિક્સ દેશો હવે ડોલરને બદલે પોતાની કરન્સીમાં વેપાર કરી રહ્યા છે. આનાથી ડોલરની દાદાગીરીને ભયાનક જોખમ છે. અને છેલ્લે... વાત ભારતની કરીએ. ગાંધી જયંતીના દિવસે તમારે ગાંધીજીને જોડે રાખવા જ પડશે. 2 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર સરકારે ચાર્જ વધારતા વિરોધમાં દેશભરના વેપારીઓ QR કોડને કપડાથી ઢાંકી દેવાના છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Gujarat court grants bail to journalist Ravi Nair in Adani defamation case
    Next Article
    IOCLના મેનેજરના ઘરમાંથી 7 લાખના સોનાના દાગીનાની ચોરી:નોકરાણી સહિત ફર્નિચરનું કામ કરવા આવેલા ચાર લોકો સામે ફરિયાદ, પત્નીએ દાગીના પર્સમાં રાખ્યા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment