Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં માનસિક બીમાર મહિલા પર વારંવાર દુષ્કર્મનો આક્ષેપ:પીડિતાના પિતાનો પરિચિત હોવાનો ગેરલાભ ઉઠાવ્યો, આરોપીની ધરપકડ

    1 day ago

    પોરબંદરમાં માનસિક રીતે બીમાર મહિલાની અસહાય સ્થિતિનો લાભ લઈ તેની સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે કીર્તિમંદિર પોલીસે હિતેશ પ્રભુદાસ જોષી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પીડિતાના પિતાનો પરિચિત હોવાનો ગેરલાભ લેવાનો આક્ષેપ મળતી વિગતો મુજબ, આરોપી હિતેશ પ્રભુદાસ જોષી પીડિતાના પિતાનો પરિચિત અને મિત્ર હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ આ પરિચયનો ગેરલાભ લઈ મહિલાની માનસિક સ્થિતિનો લાભ લીધો હતો. પોરબંદરના ખારવાવાડ શહીદ ચોક ખાતે ગણેશ મંદિર સામેના નવાપાડા ચોકી બીટ વિસ્તારમાં આ ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. બહેનની નજર પડતાં પરિવારને જાણ થઈ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાની બહેનની નજર ઘટનાક્રમ પર પડી હતી. ત્યારબાદ તેણે પરિવારજનોને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પરિવાર તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધારે કીર્તિમંદિર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ફરિયાદ નોંધાયા બાદ કીર્તિમંદિર પોલીસે આરોપી હિતેશ પ્રભુદાસ જોષીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ અગાઉ દારૂ પીધા સંબંધિત એક કેસ નોંધાયેલો હોવાની વિગતો પણ સામે આવી હોવાનું જણાવાયું છે. ઉપરાંત, આરોપી અગાઉ પાકિસ્તાનમાં ત્રણ વર્ષ રહીને પરત આવ્યો હોવાની માહિતી અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના અન્ય પાસાઓ અંગે તપાસ ચાલુ માનસિક રીતે બીમાર મહિલાની સ્થિતિનો લાભ લઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપને પગલે પોલીસે ફરિયાદમાં જણાવાયેલા તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચેના સંબંધો તેમજ ઘટનાને લગતી અન્ય વિગતો પણ તપાસવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. હાલ આરોપી સામે નોંધાયેલા ગુનાના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટનો ભેદ ઉકેલાયો:ભાડે રૂમ જોવાના બહાને રેકી કરી લૂંટ ચલાવનારા 2 આરોપી ઝબ્બે, મુદ્દામાલ રિકવર
    Next Article
    રેલવે સ્ટેશન સામે ગાયત્રી ભવન રેસ્ટોરેન્ટમાં અચાનક આગ:લોકોમાં નાસભાગ, સ્થાનિકોએ પાણી છાંટી મોટી હોનારત ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment