Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે સ્ટેશન સામે ગાયત્રી ભવન રેસ્ટોરેન્ટમાં અચાનક આગ:લોકોમાં નાસભાગ, સ્થાનિકોએ પાણી છાંટી મોટી હોનારત ટાળી

    1 day ago

    વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ગાયત્રી ભવન રેસ્ટોરેન્ટમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલવે સ્ટેશન સામે જન મહલ ખાતે આવેલા રેસ્ટોરેન્ટમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ટોરેન્ટમાં અચાનક જ્વાળાઓ ભભૂકી ગાયત્રી ભવન રેસ્ટોરેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં આગની ઘટના બનતાં લોકોમાં દોડધામ મચી હતી. આગના કારણે આસપાસના લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકોની સમયસરની કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. સદનસીબે જાનહાનિ ટળી સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણોસર તે અંગેનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ કરવા માટે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં માનસિક બીમાર મહિલા પર વારંવાર દુષ્કર્મનો આક્ષેપ:પીડિતાના પિતાનો પરિચિત હોવાનો ગેરલાભ ઉઠાવ્યો, આરોપીની ધરપકડ
    Next Article
    સુરેન્દ્રનગરમાં PGVCLએ 99 વીજચોરીના કેસ પકડ્યા:14 ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ, 50.56 લાખનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment